9 જીવ ગુમાવ્યા: લેબનોન પર ઇઝરાયેલના હુમલા દુ:ખદ પરિણામ

લેબનોન પર ઇઝરાયેલના હુમલા દુ:ખદ પરિણામ ,આતંકવાદી સંગઠનોને તેમની જ ભાષામાં જવાબ આપવા માટે જાણીતા ઇઝરાયેલે

ગઈકાલે હીઝબુલ્લાહના આતંકવાદીઓેને મંગળવારે પેજર બ્લાસ્ટ પછી આજે વોકીટોકી બ્લાસ્ટનો સ્વાદ ચખાડયો છે.

બુધવારે લેબનોન પર ઇઝરાયેલા વોકીટોકી હુમલામાં નવના મોત થયા છે અને ૩૦૦થી વધુ ઇજા પામ્યા છે. આ આંકડો વધી પણ શકે છે.

હુમલાના નવા સ્વરૂપે હીઝબુલ્લાહને સ્તબ્ધ કરી દીધુ છે.

 

લેબનોન પર ઇઝરાયેલના હુમલા : પેજર બાદ વોકીટોકી, સોલર સિસ્ટમ વિસ્ફોટ

લેબનોનમાં કેટલાય સ્થળોએ પેજર પછી વોકીટોકી બ્લાસ્ટ થવાના લીધે રીતસરનો ભયનો માહોલ છે.

ઇઝરાયેલને હંફાવવા થનગની રહેલા હીઝબુલ્લાહ પોતે અત્યારે ઇઝરાયેલના નવા પ્રકારના હુમલાઓનો સામનો કેવી રીતે કરવો તેની

વિમાસણમાં પડી ગયું છે.

હીઝબુલ્લાહના ત્રણ ફાઇટરો અને એક બાળકના મોતના અંતિમ સંસ્કાર કરવાના હતા ત્યારે જ આ વોકીટોકી બ્લાસ્ટ થયો હતો.

હીઝબુલ્લાહે આ વોકીટોકી ડીવાઇસ પણ લગભગ પાંચ મહિના પહેલાં જ ખરીદ્યા હતા.

આ વાયરલેસ રેડિયો સેટ હીઝબુલ્લાહના આતંકવાદીઓ ઉપયોગમાં લેતા હતા.

દેશના દક્ષિણના હિસ્સા અને રાજધાની બૈરૂતના દશિણી પરાવિસ્તારોમાં આ વોકીટોકી સેટ ફાટયા છે.

એક વિસ્ફોટ ત્યાં પણ થયો જ્યાં પેજર બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાના અંતિમ સંસ્કાર થઈ રહ્યા હતા.

ઇઝરાયેલના હીઝબુલ્લાહ પર આ પ્રકારના હુમલાને લઈને આતંકવાદી સંગઠને હવે સંપર્ક  સાધવા અને સૂચનાઓ આપવા માટે મધ્ય યુગની

સ્થિતિમાં પહોંચી ગયું છે.

 

લેબનોન સરહદે ઇઝરાયેલે 20 હજારથી પણ વધારે જવાનો ખડકી દીધા, સૂચના મળતા જ ત્રાટકવા તૈયાર

આતંકવાદી સગઠન હીઝબુલ્લાહના સભ્યો એકબીજા સાથે સંપર્કમાં રહેવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતાં નથી.

કારણ કે તેમના આગેવાને તેમને ફોનનો ઉપયોગ ન કરવા ચેતવણી આપતા જણાવ્યું હતું કે તમારી તેના દ્વારા જાસૂસી થઈ શકે છે.

તેના લીધે તેઓ એંસીના દાયકામાં ઉપયોગમાં લેવાતા પેજર અને વોકીટોકીનો ઉપયોગ કરે છે.

હવે તેમા ગઇકાલે પેજરમાં થયેલા વિસ્ફોટમાં ૧૨ના મોત થયા છે અને પાંચ હજારથી વધુ લોકો ઇજા પામ્યા છે.

કેટલાય લોકોએ રસ્તા પર પડી ગયા હતા. આવા જ હુમલા પાછા સીરિયામાં પણ કરવામાં આવ્યા હતા.

 

નિષ્ણાતોનું માનવું છે કે

નિષ્ણાતોનું માનવું છે કે આ પેજર હીઝબુલ્લાહ પાસે આવ્યાં તે પહેલાં જ તેની અંદર વિસ્ફોટકો ભરી દેવામાં આવ્યા હશે.

આ બતાવે છે કે તેની અત્યંત સંવેદનશીલ સપ્લાય ચેઇનમાં ક્યાંક ગડબડ થઈ છે.

પેજરનું વાયરલેસ નેટવર્ક મોબાઇલ નેટવર્કથી જુદું હોય છે.

કટોકટીની સ્થિતિમાં મોબાઇલ સિગ્નલ જામ બતાવે છે ત્યારે પેજર કામ આવે છે.

તેથી ઘણી હોસ્પિટલો આજ પણ તેની સેવા માટે પેજર પર આધારિત છે.

વધુ વાંચો

Share This Article