મહાકુંભ 2025 : તીર્થયાત્રીઓ માટે આ વખતે નવું આયોજન, ડોમ સિટીમાં બેડરૂમ-બાથરૂમથી લઇને યજ્ઞશાળા સુધીની સુવિધાઓ સાથે

મહાકુંભ 2025

ઉત્તર પ્રદેશમાં સંગમ નગરી પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે.

જાન્યુઆરી 2025માં પ્રયાગરાજમાં મહાકુંભ 2025 યોજાવા જઈ રહ્યો છે.

આ વખતે મહાકુંભ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરી સુધી ચાલશે.

45 દિવસ સુધી ચાલનાર મહાકુંભ હિંદુઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

મળતી માહિતી મુજબ આ વખતે મહાકુંભમાં દેશ-વિદેશના 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ ભાગ લેશે.

તંત્ર તરફથી મહા કુંભ મેળાની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે.

ભક્તો અને પ્રવાસીઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા શક્ય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ જ ક્રમમાં હવે ભક્તોની સુવિધા માટે ટેન્ટના કેમ્પ સાથે પહેલીવાર ડોમ સિટી (Dome City) બનાવવામાં આવી રહી છે. 

કેટલી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે ડોમ

મહાકુંભ (Maha Kumbh 2025) વિસ્તારમાં હાજર રેલ વિસ્તારમાં ડોમ સિટી (Dome City) ની વ્યવસ્થા કરવામાં આવી છે.

સિટીમાં 22 મોટા સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે, જેમાં જમીનથી લગભગ 15 ફૂટની ઊંચાઈ પર ફાઈબર શીટથી ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.

ડોમ સિટી (Dome City) માં એક સાથે લગભગ 84 જેટલા ડોમ અને 175 વુડન કોટેજ બનાવવામાં આવી રહ્યા છે.

દરેક ડોમની નીચે ચાર-ચાર વુડન કોટેજ બનાવવામાં આવશે

ડોમ સિટીની ખાસિયત

દરેક ડોમમાં એક મોટો રૂમ છે, જેનો બેડરૂમ અને ડ્રોઈંગ રૂમ બંને તરીકે ઉપયોગ કરી શકાશે.

આ ડોમ્સ બુલેટ પ્રૂફ છે, જે ચારે બાજુથી રંગબેરંગી પડદાથી ઢંકાયેલા છે. ડોમના પડદા રિમોટ દ્વારા ખુલે અને બંધ થાય છે.

દરેક ડોમમાં એટેચ ટોયલેટ અને બાથરૂમ પણ છે. આ સિવાય દરેક ડોમની બહાર ખુલ્લી ઓપન સ્પેસ છે.

જ્યાં ખુરશી અને ટેબલ મૂકીને સરળતાથી બેસી શકાય છે. આ ખુલ્લી જગ્યા પરથી માતા ગંગાના દર્શન પણ કરી શકાય છે.

ડોમ સિટી (Dome City) માં એક મોટી યજ્ઞશાળા અને મંદિર પણ બનાવવામાં આવશે, જ્યાં નિયમિત રીતે આરતી કરવામાં આવશે.

ડોમ સિટીમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે.

આ ઉપરાંત ડોમ સિટીમાં યોગા કરવા માટે અલગ જગ્યા પણ બનાવવામાં આવી છે.

 

READ  MORE  :

 

ટ્રાફિક રૂલ તોડનારાઓ સાવધાન! અમદાવાદમાં છેલ્લા એક મહિનામાં 1360થી વધુ લોકોના લાયસન્સ સસ્પેન્ડ !

 

ડોમ સિટી (Dome City) માં સ્નાન પર્વ અને તેના આગલા દિવસે અને બીજા દિવસનું ભાડું લગભગ એક લાખ અગિયાર હજાર રૂપિયા છે.

જ્યારે અન્ય દિવસોમાં ડોમમાં એક રાત રોકાવા માટે 81 હજાર રૂપિયા ચૂકવવા પડશે.

સામાન્ય દિવસોમાં વુડન કોટેજમાં રહેવા માટે એકતાલીસ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

જ્યારે સ્નાન પર્વ અને મહાપર્વ પર ભાડું 61 હજાર રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

સવારના નાસ્તા અને લંચની વ્યવસ્થા પણ આ ખર્ચમાં સામેલ છે.

ડોમની અંદર ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી છે.

 

READ  MORE  :

 

બેંકોના ભ્રષ્ટાચારમાં આઠ ગણો વધારો, RBI એ બેંકોને ચેતવણી આપી, કડક આદેશ જારી કર્યો !

Indian students : ભારતીય વિદ્યાર્થીઓના યુએસ વિઝામાં ગોટાળામાં 200 કેનેડિયન કોલેજો સામેલ, EDએ તપાસ શરૂ કરી

નાણાં મંત્રાલયનો મહત્વપૂર્ણ નિર્ણય: ડી ગુકેશને ટેક્સમાંથી મળી મુક્તિ, કરોડો રૂપિયાની બચત

Share This Article