CMએ અમદાવાદમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ’નું ઉદ્ઘાટન કર્યું

By dolly gohel - author
CMએ અમદાવાદમાં 'મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નું ઉદ્ઘાટન કર્યું

CMએ અમદાવાદમાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બરછટ અનાજ એટલે કે મિલેટ્સમાંથી મળતા પોષણની મહત્તા સમજીને મિલેટસના ઉત્પાદન અને વપરાશ પર

ભાર મૂક્યો છે.

મિલેટસના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાના તેમના સઘન પ્રયાસોના પરિણામે સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 2023ને ‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’

જાહેર કર્યું હતું.

આજે ગુજરાત પણ જાડા અને બરછટ અનાજના ઉપયોગ અને વપરાશને પ્રોત્સાહન આપી રહ્યું છે.

અને તેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 8 અને 9 ફેબ્રુઆરી, 2025 દરમિયાન રાજ્યમાં ‘મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર

માર્કેટ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ મિલેટ્સ ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાનો છે.

આ કાર્યક્રમ સાત મ્યુનિસિપલ કોર્પોરેશનો  અમદાવાદ, જામનગર, ગાંધીનગર, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટમાં યોજાશે.

જેમાં રાજ્ય સ્તરનો કાર્યક્રમ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત થશે.

8 ફેબ્રુઆરી, 2025ના રોજ બપોરે 12.15 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

 

મિલેટ મહોત્સ્વ 2025 એ રાજ્યભરના ખેડૂતો, ગ્રાહકો અને નિષ્ણાતો માટેનો ગતિશીલ મંચ બનશે

આ કાર્યક્રમમાં, મિલેટ્સનું ઉત્પાદન કરતા તેમજ પ્રાકૃતિક કૃષિ અપનાવતા રાજ્ય સ્તરના FPO સાથે સંકળાયેલા લગભગ 1000 ખેડૂતો,

જાણીતા NGOs અને રાજ્યના શહેરી નાગરિકો સામેલ થશે.

આ કાર્યક્રમમાં અંદાજે 25,000 થી 30,000 મુલાકાતીઓ આવવાની અપેક્ષા છે.

તેવી જ રીતે, અન્ય મહાનગરપાલિકાઓમાં યોજાનારા જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં લગભગ 500 ખેડૂતો અને વિષય નિષ્ણાતો સામેલ થશે.

જિલ્લા કક્ષાના કાર્યક્રમ સ્થળોએ સ્થળ દીઠ લગભગ 20,000 થી 25,000 મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.

સવારે 9.00 વાગ્યાથી રાતે 9.00 વાગ્યા સુધી ચાલનારો આ બે દિવસીય કાર્યક્રમ, ખેડૂતો, કૃષિ નિષ્ણાતો, વ્યવસાયો (બિઝનેસ) અને ગ્રાહકો

માટે એક ગતિશીલ મંચ તરીકે સેવા આપશે.

જ્યાં તેઓને મિલેટ્સ તેમજ પ્રાકૃતિક ખેતીની સંભાવનાઓને એક્સપ્લોર કરવાની તક મળશે.

 

READ  MORE :

 

હરણી બોટકાંડ : ઘાયલ અને મૃતકના પરિવારો માટે વળતર જાહેર ,જાણો કોને કેટલી રકમ મળશે?

 

પ્રદર્શનો, લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને સાંસ્કૃતિક કાર્યક્રમો

મિલેટ મહોત્સવમાં 125 રાજ્ય-સ્તરીય અને 75 જિલ્લા કક્ષાના સ્ટોલનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે.

જેમાં મિલેટ્સ (જાડું અને બરછટ અનાજ)ના ઉત્પાદનો, પ્રાકૃતિક ખેતી તકનીકો, અને પ્રાકૃતિક કૃષિપેદાશોની એક વિશાળ શ્રેણી પ્રદર્શિત

કરવામાં આવશે.

વધુમાં, આ પ્રદર્શનમાં, રાજ્ય કક્ષાના 100 અને જિલ્લા કક્ષાના 60 સ્ટોર મિલેટ આધારિત ઉત્પાદનો તેમજ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોને સમર્પિત હશે. જેમાં અનુક્રમે 25 અને 15 લાઈવ ફૂડ સ્ટોલ્સ હશે.

કાર્યક્રમ દરમિયાન, મિલેટ્સનું મહત્વ, મિલેટ્સના પાકોમાં મૂલ્યવર્ધન, પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક સર્ટિફિકેશન, અને બાગાયતી પેદાશોનું

કેનિંગ વગેરે જેવા વિષયો પર અગ્રણી કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પેનલ ચર્ચાઓનું પણ આયોજન કરવામાં આવશે.

આ સાથે જ, મિલેટ્સ આધારિત રસોઈ, પ્રાકૃતિક ખેતીની તકનીકો અને ફૂડ પ્રોસેસિંગ એટલે કે ખાદ્ય પ્રક્રિયાઓ અંગેના લાઈવ ડેમોન્સ્ટ્રેશન કાર્યક્રમમાં આવનારા મુલાકાતીઓને મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે.

 

READ  MORE  :

ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર

કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ ચેતવણી : ChatGPT અને DeepSeek નો ઉપયોગ ન કરવા માટે સરકારી કર્મચારીઓ માટે સરકારની નિર્દેશ

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.