30 એપ્રિલથી શરૂ થતી ચાર ધામ યાત્રા, જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

By dolly gohel - author
30 એપ્રિલથી શરૂ થતી ચાર ધામ યાત્રા, જાણો કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન

30 એપ્રિલથી શરૂ થતી 

ચારધામ યાત્રા ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. જો તમે પરિવાર સાથે જવાનું વિચારતા હોય તો આ મહત્ત્વની વાત નોંધી લેજો.

કે 30 એપ્રિલથી શરૂ થઈ રહેલી યાત્રા માટે રજિસ્ટ્રેશન 11 માર્ચથી શરૂ થશે.

આ વખતે યાત્રાના રજિસ્ટ્રેશન વખતે આધાર કાર્ડ ને પણ લિંક કરવામાં આવશે, તેથી લિંક કરવાનું પણ ભૂલશો નહીં.

આ અંગે ઈન્ફર્મેશન ટેક્નોલોજી (આઈટી) મંત્રાલય અંતર્ગત આવતા યુઆઈડીએઆઈને મંજૂરી માટે પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે.

જોકે આ માટે ઓછામાં ઓછો એક મહિના જેટલો સમય લાગશે.

જોકે યાત્રા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા બનાવવામાં મદદગાર સાબિત થશે.

 

ગત વર્ષે 46 લાખ શ્રદ્ધાળુઓ આવ્યા હતા

આ વર્ષે ચારધામ યાત્રા 30 એપ્રિલે ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખૂલવાની સાથે જ થશે.

30 એપ્રિલથી શરૂ થતી ચાર ધામ યાત્રા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 11 માર્ચથી શરૂ થશે.

ગયા વર્ષે ચારધામ યાત્રામાં 46 લાખથી વધારે શ્રદ્ધાળુઓ આવ્યા હતા. ગયા વર્ષે રજિસ્ટ્રેશનમાં અનેક મુશ્કેલી આવી હતી.

જેના લીધે ભક્તોનું શિડ્યૂલ પણ ખોરવાઈ ગયું હતું. એટલું જ નહીં રજિસ્ટ્રેશન વગર પહોંચેલા ભકતોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.

 

ઓફલાઈન અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ક્યારથી શરુ થશે

ગત વર્ષના અનુભવ પરથી આ વખતે ચારધામ યાત્રા માટે 60 ટકા ઓનલાઈન અને 40 ટકા ઓફલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા કરવાનો નિર્ણય

લેવામાં આવ્યો હતો.

ઓફલાઈન રજિસ્ટ્રેશન 10 દિવસ પહેલા શરૂ થશે, જ્યારે ઓનલાઈન રજિસ્ટ્રેશન 11 માર્ચથી શરૂ થશે.

 

શ્રદ્ધાળુઓની યોગ્ય સંખ્યા જાણવાનો ઉદ્દેશ છે

યાત્રાને વધુ વ્યવસ્થિત કરવાના ઉદ્દેશ સાથે રજિસ્ટ્રેશન સમયે આધાર કાર્ડ લિંક કરવાની દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે.

તેનાથી ચારધામમાં આવતાં શ્રદ્ધાળુઓનો યોગ્ય આંકડો જાણી શકાશે.

ઉપરાંત કોઈપણ કટોકટીની સ્થિતિમાં સુરક્ષાની દ્રષ્ટિએ આ વ્યવસ્થા મદદગાર સાબિત થશે.

 

READ MORE :
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.