ચંદ્રયાન-4 નવી દિલ્હી : ભારત સરકારે આજે ૨૦૨૪ની ૧૮, સપ્ટેમ્બર, બુધવારે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો)ના ચંદ્રયાન –૪, વિનસ ઓર્બિટર, ભારતીય અંતરિક્ષ સ્ટેશન એમ ત્રણ મહત્વના ભાવિ પ્રોજેક્ટ્સને મજુરી આપી દીધી છે. સાથોસાથ આ ત્રણેય ભાવિ પ્રોજેક્ટ્સ માટે જરૂરી ફંડ પણ મંજુર કર્યું છે. ભારતીય અંતરિક્ષ સ્ટેશન ૨૦૩૫માં તરતું મૂકાશે પણ તેના ફર્સ્ટ મોડયુલનો પ્રયોગ ૨૦૨૮માં થશે.
ચંદ્રયાન-4 પ્રોજેક્ટમાં જાપાન અને યુરાપિયન સ્પેસ એજન્સી પણ છે
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી પ્રધાનમંડળની બેઠકમાં ઇસરોના આ ત્રણેય ભાવિ પ્રોજેક્ટ્સને ગ્રીન સિગ્નલ્સ આપવામાં આવ્યા છે.
ચંદ્રયાન-૪ અવકાશયાન પ્રોજેક્ટ ખરેખર તો ચંદ્રયાન-૩ની ઉજળી સફળતાના પગલે એક કદમ આગળ વધશે.
એટલે કે ચંદ્રયાન-૪ અવકાશયાન પ્રોજેક્ટમાં ઇસરોના ખગોળશાસ્ત્રીઓની અને
એન્જિનિયરોની ટેકનિકલ કાબેલિયતની ખરી કસોટી થશે.
આ મહત્વાકાંક્ષી યોજના મુજબ ચંદ્રયાન-૪ અવકાશ યાનનું લેન્ડર પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર ઉતરશે.
તે લેન્ડર ચંદ્રની ધરતીના ખડકો, પથ્થરો, માટીના નમૂના એકઠા કરશે. ત્યારબાદ તે નમૂના લઇને લેન્ડર પૃથ્વી પર સલામત રીતે પાછું આવશે.
ઇસરો હવે અફાટ અંતરિક્ષમાં મોટી છલાગ મારશે
બીજીબાજુ ઇસરોનાં સૂત્રોએ એવી સ્પષ્ટતા કરી છે કે ચંદ્રયાન –૪ પ્રોજેક્ટમાં જાપાનની જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (જે.એ.એક્સ.એ.)
અને યુરોપિયન સ્પેસ એજન્સી (ઇ.એસ.એ.) પણ જોડાયેલાં છે.
એટલે ચંદ્રયાન-૪ પ્રોજેક્ટનું સાચું નામ લ્યુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન (એલ.યુ.પી.ઇ.એક્સ.- લ્યુપેક્સ) છે.
ભારતમાં ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ તરીકે જ ઓળખાશે.
પ્રધાનમંડળની બેઠકમાં ચંદ્રયાન-૪ પ્રોજેક્ટ માટે ૨,૧૦૪ કરોડ રૂપિયા જેટલું તગડું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.
જોકે આ પ્રોજેક્ટ આવતા ૩૬ મહિનામાં સંપૂર્ણપણે પૂરો થઇ જવાની અપેક્ષા પણ છે.
ચંદ્રયાન-૪ અવકાશયાનની સફળતા ભારતના ભાવિ મેન મૂશન માટે પણ માર્ગદર્શનરૂપ બની રહેશે.
૨૦૪૦ માં ભારતના ભાવિ અવકાશયાત્રીઓ પહેલી જ વખત ચંદ્રની ધરતી પર પગ મૂકે એવી તૈયારી થઇ રહી છે.
એન્જિનિયરો અત્યાધુનિક ટેકનોલોજી સાથે ભવિષ્યની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન બનાવી રહ્યા છે
ઇસરોના ચેરમેન શ્રીધર પન્નીકર સોમનાથે અગાઉ એવી માહિતી આપી છે કે ભારર્તીય અંતરિક્ષ સ્ટેશનની ડિઝાઇન લગભગ તૈયાર થઇ ગઇ છે.
અમારા કુશળ વિજ્ઞાાનીઓ અને એન્જિનિયરો અત્યાધુનિક ટેકનોલોજી સાથે
ભવિષ્યની તમામ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન બનાવી રહ્યા છે.
અમે આપણી સ્વદેશી બનાવટના ભારતીય અંતરિક્ષ સ્ટેશનના પહેલો તબક્કો ૨૦૨૮માં તરતો મુકવાની તૈયાર કરી રહ્યા છીએ.
સાથોસાથ અંતરિક્ષ સ્ટેશનની સમગ્ર રચના એટલે કે તેનું માળખું ૨૦૩૫માં સંપૂર્ણ તૈયાર થઇ જશે.