માળીયાહાટીના તાલુકાના અમરાપર ગામે મજુર પરિવારના એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો

16 10 04

માળીયાહાટીના તાલુકાના અમરાપર ગામે પાદરમાં રહેતા મજુર પરિવારના એક મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો.

ત્યારે ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે સૌપ્રથમ માળિયા હાટીના હોસ્પિટલ અને

ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દીપડાના આ હુમલા થી અમરાપર સહિતના આસપાસના ગામોમાં લોકોમાં ભય ફેલાયો હતો.

અમરાપુર ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યાની જાણ થતા વન વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું

જ્યાં વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા પાંજરા મુકવામાં આવ્યા હતા.

Share This Article