અમદાવાદ જિલ્લામાં સિઝનનો 100 વરસાદ વરસ્યો હોય તેવું વર્ષ 2019 બાદ પ્રથમવાર બન્યું છે. અમદાવાદ જિલ્લામાં 2019માં 30.43 ઈંચ સાથે 111.12 ટકા, 2020માં 26.65 ઈંચ સાથે 96.80 ટકા, 2021માં 21 ઈંચ સાથે 77.12 ટકા, 2022માં 21.69 ઈંચ સાથે 80.18 ટકા,
2023માં 20.94 ઈંચ સાથે 77.65 ટકા વરસાદ વરસ્યો હતો. જેના દ્વારા અમદાવાદ વરસાદનું રેકોર્ડ ટૂટ્યું
અલબત્ત, 2019માં સિઝનના 100 ટકા વરસાદ માટે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધી રાહ જોવી પડી હતી.
સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો
અમદાવાદ વરસાદનું રેકોર્ડ ટૂટ્યું , શુ તમે જાણવા માંગો છો?
અમદાવાદ જિલ્લામાંથી આ વખતે અત્યાર સુધી ધોળકામાં 37.44 ઈંચ સાથે સૌથી વઘુ 128.69 ટકા જ્યારે
સાણંદમાં 18.18 ઈંચ સાથે સૌથી ઓછો 58 ટકા વરસાદ પડ્યો છે.
આ સિવાય જ્યાં સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો હોય
તેમાં અમદાવાદ શહેર, બાવળા, દસ્ક્રોઇ, દેત્રોજ, ધોળકા, માંડલમાં 100 ટકાથી વઘુ વરસાદ વરસી ચૂક્યો છે.
ગુજરાતના અન્ય તલુકાઓમા વરસાદ
ગુજરાતના 61 તાલુકામાં રવિવારે અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.
જેમાં અરવલ્લીના ભીલોડામાં સૌથી વઘુ 2.56 ઈંચ, મહીસાગરના બાલાસિનોરમાં 2.17 ઈંચ,
વલસાડના ઉમરગાંવમાં 2 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.
આ સિવાય પંચમહાલના મોરવા હડફ-શેહરા, મહીસાગરના લુણાવાડા-વિરપુર, મહેસાણા,
નવસારીના ગણદેવીમાં 1 ઈંચથી વઘુ વરસાદ પડ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા સોમવારે-મંગળવારના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાઇ છે.
અમદાવાદ વરસાદનું રેકોર્ડ ટૂટ્યું , શુ તમે જાણવા માંગો છો?