અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ લાગતા 14 ફાયર ગાડીઓએ કાબૂ મેળવ્યો

By dolly gohel - author
અમદાવાદમાં બુલેટ ટ્રેન  જરાતના અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેન 

જરાતના અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે.

શનિવારે  વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, અત્યાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી.

ફાયર વિભાગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો.

ગુજરાતના અમદાવાદમાં વહેલી સવારે 6:30 વાગ્યે સાબરમતી વિસ્તારમાં નિર્માણાઘીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી.

આગની સૂચના મળતાં જ 14 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના મોટા ભાગના વિસ્તાર આગની ઝપેટમાં આવી ગઈ હતી.

ત્યારે આગ વધુ વિકરાળ બનતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.

જો કે આગને જોવા માટે પણ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા.

આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRLC) તરફથી આ ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે.

 

READ  MORE :

 

RBIના રેપો રેટ ઘટાડા બાદ : EMI માં રાહત, EMI ઓછી કરવા માટે બેંક દ્વારા શું પ્રક્રિયા અપનાવવી?

 

આ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી

પહેલી નજરે જોતા આગ લાગવાનું કારણે વેલ્ડિંગ સ્પાર્ક હોય શકે છે.

તપાસ બાદ આગ લાગવાનું સ્પષ્ટ કારણ અંગે જાણ થશે આવશે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી.

NHSRLC ના અધિકારીઓ ઘટનાસ્થળે સ્થિતિની દેખરેખ કરી રહ્યાં છે.

આ સ્ટેશન 508 કિમી લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનો ભાગ છે.

આ યોજના ગુજરાત (352 કિમી) અને મહારાષ્ટ્ર (156 કિમી)ને કવર કરે છે.

જેમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઇસહર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12

સ્ટેશનની યોજના છે. 

 

સુરતમાં પણ આગનો બનાવ બન્યો હતો 

સુરતનાં પીપોદરા જીઆઈડીસીમાં વધુ એક આગની ઘટના બનવા પામી હતી.

પ્લાસ્ટિક વેસ્ટજમાંથી ઉત્પાદન કરતી ફેક્ટરીમાં આગ લાગી હતી.

આગને પગલે માલનો જથ્થો મશીનરી બળીને રાખ થઈ ગયા હતા.

ઘટનાને પગલે ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમજ આગ લાગવાનું કારણ અકબંધ છે.

 

READ  MORE :

 

ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ પ્રવાસ, આજે પાવન સંગમમાં સ્નાન કરશે

મહાકુંભ 2025 : વસંત પંચમીએ મહાકુંભમાં વિશેષ અમૃત સ્નાન, સુરક્ષા માટે અયોધ્યા-કાશીમાં ભીડ નિયંત્રણ માટે એલર્ટ

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.