મુસાફરો માટે મોટી રાહત
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રોમાં મુસાફરી કરનારા માટે વધુ રાહતના સમાચાર છે.
હવે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે જીએનએલયુ ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં રહશે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેનનો ગયા વર્ષે 16 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો.
એ વખતે અમદાવાદથી ગાંધીનગર જવા માટે મોટેરા સ્ટેશનથી ટ્રેન બદલવી પડતી હતી.
હવે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ડાયરેક્ટ કનેક્ટિવિટી સાથે મેટ્રો ટ્રેનની ફ્રિકવન્સી વધારવાની મંજૂરી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર પાસેથી
મળી ગઇ છે.
મુસાફરો માટે મોટી રાહત જેના પગલે મુસાફરોએ સેક્ટર-1 અથવા ગિફ્ટ સિટી જવા માટે મોટેરા સ્ટેડિયમ કે જીએનએલયુ ખાતે ટ્રેન બદલવાની જરૂર નહીં પડે.
ગિફ્ટ સિટી જવા હવે મોટેરાથી મેટ્રો નહીં બદલવી પડે
જીએનએલયુ સ્ટેશન અને ગિફ્ટ સિટી ઓફિસ વચ્ચે બસ સેવા પણ દર 30 મિનિટે ઉપલબ્ધ રહેશે, જે પીડીઈયુ થઇને જશે.
મોટેરાથી પ્રથમ ટ્રેન સવારે 8 વાગે રવાના થઇને સવારે 8:27ના જીએનએલયુ અને સવારે 8:43ના ગિફ્ટ સિટી જ્યારે ગિફ્ટ સિટીથી પ્રથમ ટ્રેન
સવારે 9:03ના રવાના થઇને સવારે 9:20ના જીએનએલયુ-સવારે 9:46ના મોટેરા પહોંચશે.
ગિફ્ટ સિટી માટે છેલ્લી ટ્રેન સાંજે 6:05 જ્યારે સેક્ટર-1 માટે છેલ્લી ટ્રેન સાંજે 6:40ની છે.
મોબાઇલથી મેટ્રોની ટિકિટ મેળવી શકાશે
અમદાવાદમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મેટ્રો રેલ સેવાનો લાભ લે છે. મુસાફરોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે.
હવે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોબાઇલ ટિકિટિંગ એપ્લિકેશન Ahmedabad Metro લૉન્ચ કરવામાં આવી છે.
મુસાફરો હવે આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તેમના મોબાઇલ દ્વારા મેટ્રો ટિકિટ સરળતાથી ખરીદી શકે છે.
READ MORE :
નવું આવકવેરા બિલ : લોકસભામાં રજૂ થયુ 10 મહત્વપૂર્ણ ફેરફારો સાથે ,આ ફેરફાર થી ખેડૂતોને શું લાભ મળશે?
આ સેવા નો અનેક મુસાફરો લાભ રહ્યા છે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી સેવાનો અનેક મુસાફરો લાભ લઈ રહ્યા છે.
અત્યાર સુધીમાં લાખો મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં સવારી કરી છે .
તો બીજી તરફ તંત્રને પણ મેટ્રોથી કમાણીમાં લાભ થઈ રહ્યો છે અને લાખો રૂપિયાની આવક સરકારે પણ મેટ્રો દ્વારા કરી છે.
READ MORE :
ભારતનો મોટો નિર્ણય : બિયાસ અને સતલજ નદીઓના પાણી અંગે પાકિસ્તાન માટે પડકાર