Ahmedabad News
અમદાવાદ શહેરમાં વર્ષ દરમિયાન રોડ-રસ્તા, ગટર સહિતના નાના-મોટા કામો સતત ચાલુ જ જોવા મળે છે.
આડે દિવસે થતા કામકાજથી લોકોને સતત હાલાકી પડતી હોય છે.
ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના એક નિર્ણયથી લોકોને ભારે હાલાકી પડવાનું નક્કી છે.
કેમ કે AMC દ્વારા દિવાળીના તહેવાર ટાણે શહેરના અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજ અને રાણીપ ડી માર્ટ નજીકના પ્રબોધ રાવલ
બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે.
જેના કારણે આગામી 15 થી 30 દિવસ સુધી સ્થાનિક લોકોને ભારે હાલાકીની સ્થિતિ ઉભી થઈ છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગેનું કહેવું છે
કે,અખબારનગર અને નિર્ણયનગર અંડરબ્રિજની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈનમાં જાળીનાંસ્ટ્ક્ચરલ બીમ અને લોખંડની જાળી ખરાબ થઈ ગઈ છે.
આ સાથે રાણીપ ડી માર્ટથીRTO સર્કલ તરફના પ્રબોધ રાવલ બ્રિજના એક્સપાન્સન જોઈન્ટ અને વેરીંગ કોટની સરફેસ ખરાબ થઈ જતા
તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું.
15 દિવસ સુધી નિર્ણયનગરઅંડરબ્રિજમાં જાળી બદલવાની કામગીરી ચાલી.
અને હવે અખબારનગર અંડરબ્રિજ અને પ્રબોધ રાવલ બ્રિજના સમારકામની કામગીરી હાથ ધરાઈ છે.
બ્રિજના સમારકામની કામગીરી શરુ કરાઈ હોવાથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
read more :
Ahmedabad News
એટલે કે બ્રિજનો એક તરફનો રસ્તો બંધ કરાયો છે, જ્યારે બીજી તરફનો રસ્તો કાર્યરત છે.
એટલે કે એક રોડ પર આવન-જાવન હોવાથી દિવાળીના તહેરાવોમાં ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બનશે.
સ્થાનિકોનું કહેવું છે કે, આ રસ્તા પર સામાન્ય દિવસોમાં વાહનવ્યવહાર વધુ જોવા મળતો હોય છે,
તેવામાં દિવાળીના તહેવારમાં મોટાપાયે લોકોનું પરિવહન થવાથી ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.
બ્રિજની કામગીરી દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થામાં એક સાઈડથી લોકો અવર-જવર કરી રહ્યાં છે.
પરંતુ તંત્રએ તહેવાર પહેલા કે તહેવાર બાદ આ પ્રકારની કામગીરી શરૂ કરવાની જરૂર હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલકોર્પોરશન એક્ટ, ૧૯૪૯ હેઠળ જુલાઈ,૧૯૫૦ના રોજ
સ્થાપના કરવામાં આવી હતી.
જે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે જવાબદાર છે.
આ બ્રિજ સરદાર બ્રિજ અને ઍલિસ બ્રિજની વચ્ચે આવેલો છે.
મુંબઈ સ્થિત STUP Constructions Pvt Ltd દ્વારા તેની ડિઝાઇન કરવામાં આવી હતી .
અને P&R Infraprojects Ltd વડે તેને બનાવવામાં આવ્યો હતો.
આ ડિઝાઇન અમદાવાદ શહેરમાંથતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી પ્રેરિત છે.
Ahmedabad News
વહીવટ વ્યવસ્થાપન
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક આઈ.એ.એસ. અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે.
વહીવટી હેતુઓ માટે શહેર ૭ ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષીણ પશ્ચિમ માં વહેંચાયેલું છે.
દરેક વોર્ડ ૩ કોર્પોરેટર દ્વારા રજૂ થાય છે.
કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.
પૂર્વવૃતાંત અને સુધારાઓ
સરકારની શહેરી સેવા આપવાની કાર્યક્ષમતા નાગરિકના વિશ્વાસ પરથી સાબિત થાય છે.
વર્ષો સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વૃદ્ધિ પડકારોનો અસરકારક સામનો કર્યો છે.
અને રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઊંચી કક્ષાએ શહેરી સેવાઓ નોંધપાત્ર રીતે પૂરી પાડવામાં દેશમાં ટોચની સર્વિસ પ્રોવાઇડર્સ છે.
પાણી પુરવઠો, ઘન કચરો સંગ્રહ અને ગટર માં કવરેજ સ્તર રાષ્ટ્રીય સરેરાશથી પણ ઉપર છે.
તાજેતરના ભૂતકાળમાં શહેર પરિવહન, અતિક્રમણને દૂર અને સ્વચ્છતા પર પ્રભાવશાળી સુધારાઓ જળવાઇ રહ્યા છે.
ભૂતકાળમાંકોઈપણ તુલનાત્મક સમયગાળામાં વધુ ઘન કચરો એકત્રિત થયો છે.
અમદાવાદ મ્યુનિસિપલકોર્પોરેશનની સેવા તેના ઊંચી ગુણવત્તાના શાસનને રજુ કરે છે.
જે દેશમાં અન્યમ્યુનિસિપલ કોર્પોરેશનો માટે બેન્ચમાર્ક છે.
પ્રતિભાવશીલ સ્થાનિક સરકારનું નિર્માણ જે તેના નાગરિકોને વાઇબ્રન્ટ,ઉત્પાદક, સુસંવાદી, ટકાઉ તથા પર્યાવરણીય મૈત્રીપૂર્ણ, સ્વચ્છ અને
જીવવા યોગ્ય ગુણવત્તાયુક્ત જીવન પૂરું પાડી શકે.
read more :
Mohana Singh: કેવી રીતે મોહના સિંહ ભારતની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ બની?
વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવા માટે ગાઈડલાઈન કેમ નથી?