Ahmedabad News ચીફ જસ્ટિસના નામે ખેલ, વૃદ્ધને ડિજિટલી બંધક બનાવ્યો, 1.26 કરોડની છેતરપિંડી

By dolly gohel - author
24 05

Ahmedabad News

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટના

ચીફ જસ્ટિસના નામે બે કરોડ રૂપિયાનું ગેરકાયદેસર ટ્રાન્જેક્શન થયાનું કહીને ડીજીટલ

અરેસ્ટ કર્યા બાદ રૂપિયા 1.26 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં સાયબર ક્રાઇમ સેલના અધિકારીઓએ

અમદાવાદમાં રહેતા ચાર યુવકોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ ઓનલાઇન છેતરપિંડી

કરતી કંબોડિયાની ગેંગ માટે ગુજરાતમાં મોટાપાયે બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા અને

વિદેશમાં ક્રિપ્ટો કરન્સી દ્વારા નાણાં ભારતમાંથી વિદેશમાં પહોંચાડવામાં આવતા હતા. 

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા નિવૃત અધિકારીને  25 દિવસ પહેલા અજાણ્યા મોબાઇલ નંબર પરથી  સીબીઆઇ અને સુપ્રીમ

કોર્ટ ઓફ ઇન્ડિયાના જસ્ટિસના નામે કોલ આવ્યો હતો. જેમાં તેમને જણાવવામાં આવ્યું હતું કે તેમના નામે બે કરોડ

જેટલી રકમના ગેરકાયદેસર વ્યવહાર થયા છે. આ નાણાં આતંકી ફંડના હોવાની શક્યતા છે. જેથી સીબીઆઇએ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં રિક્વેસ્ટ કરીને ડીજીટલ અરેસ્ટ કરીને પુછપરછ થશે. જેથી સિનિયર સિટીઝન ડરી ગયા હતા. 

બાદમાં તેમને  વિડીયો કોલથી ડીજીટલ એરેસ્ટ થયાનું કહીને તેમના બેંક એકાઉન્ટ, ફિક્સ ડીપોઝીટ અને અન્ય રોકાણોની

વિગતો મેળવીને આશરે 1.26 કરોડ જેટલી રકમ ચકાસવાનું કહીને અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી હતી.

 

24 02

read more : 

ભારત-ચીન સરહદ યુદ્ધવિરામ બાદ, બ્રિક્સ શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક

Silver Rate in Ahmedabad : અમદાવાદમાં ચાંદીએ ત્રણ દિવસમાં રૂ.7500નો વિક્રમજનક ઉછાળો નોંધાવ્યો

 

Ahmedabad News 

ઝડપાયેલા ચાર આરોપીઓ: ટ્રાન્સફર માટે બેંક એકાઉન્ટ પૂરા પાડતા

વેરીફીકેશન બાદ 48 કલાકમાં નાણાં પરત આપી દેવાનું કહીને ફોન કટ કરી દીધો હતો. આ કેસની તપાસ સાયબર

ક્રાઇમ સેલ દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં છેતરપિંડીના નાણાં ક્યા ક્યા બેંક એકાઉન્ટમાં ગયા હતા?

તેની તપાસ પીઆઇ ટી આર ગઢવી દ્વારા કરવામાં આવી હતી. 

તપાસમાં અમદાવાદમાં રહેતા મહોમદ હુસૈન જાવેદ અલી, તરૂણસિંહ વાઘેલા, બ્રિજેશ પારેખ અને શુભમ

ઠાકર નામના યુવકોને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ અંગે સાયબર ક્રાઇમના એસીપી  હાર્દિક માકડીયાએ જણાવ્યું કે છેતરપિંડી માટે જે લીંકનો ઉપયોગ કરાયો હતો.

 તે લીંકનું આઇપી એડ્રેસ કંબોડિયાનું હોવાનુ જાણવા મળ્યું છે.

ઝડપાયેલા તમામ આરોપીઓ આ ગેંગ સુધી નાણાં પહોંચે તે માટે મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલવાનું કામ કરતા હતા.

જેના બદલામાં તેમના કમિશન મળતું હતું.

આ ઉપરાંત, આરોપીઓની અન્ય ભૂમિકા તપાસમાં આવી રહી છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ ૬૫ વર્ષની વયે નિવૃત્ત થાય છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે જે વ્યક્તિની નિમણૂક થવાની હોય તે વ્યક્તિ ભારતની નાગરિક હોવી જોઈએ.

અને તે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે હાઇ કોર્ટ અથવા આવી બે કે તેનાથી વધુ કોર્ટોના ઓછામાં ઓછો ૧૦ વર્ષ સુધી ન્યાયમૂર્તિ હોવા જોઈએ.

અથવા રાષ્ટ્રપતિના મંતવ્ય અનુસાર પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી હોવા જોઈએ.

 

 

24 03

Ahmedabad News

બંધ નવરંગપુરામાં થવાનું ડિજિટલ નિર્ણય

નવરંગપુરામાં રહેતા 57 વર્ષીય મનીષ પટેલને થોડા દિવસ પહેલા અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો.

જેમાં મલેશિયા મોકલેવા પાર્સલમાં ડ્રગ્સ, પાસપોર્ટ, એટીએમ કાર્ડ હોવાનું કહીને કેસ થયો હોવાથી દિલ્હી આવવું પડશે.

કહીને તેમને રડરાવ્યા હતા. જો કે બાદમાં ડીજીટલ અરેસ્ટ કરીને પુછપરછના બહાને તેમના અલગ અલગ

બેંક એકાઉન્ટથી 17 લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને છેતરપિંડી આચરી હતી.

આ અંગે સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

ભારતીય સુપ્રીમ કોર્ટ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ૩૦થી વધુ નહીંં તેવા અન્ય ન્યાયમૂર્તિઓ ધરાવે છે.

જો કે, રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ સાથે સલાહ-મસલત કરીને જ ન્યાયમૂર્તિઓની નિમણૂક કરવી પડે.

અને આ પ્રકારની નિમણૂક સામાન્ય રીતે રાજકીય પસંદગીને બદલે સિનિયોરિટીને આધારે કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના એડ હોક (હંગામી) ધોરણના ન્યાયમૂર્તિ તરીકે એક હાઇ કોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની .

અને સુપ્રીમ કે હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિઓને બેસવાની અને કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે કામગીરી કરવાની જોગવાઈ અસ્તિત્વમાં છે.

read more : 

IPS પાંડિયન સામે મૂડમાં હલચલ: ગૃહમંત્રીને પત્રમાં થયો જરૂરી તરાનું ઉલ્લેખ

મહિન્દ્રા સ્કોર્પિયો બોસ એડિશન લૉન્ચ થયું,નવો ટેક્નોલોજી સાથે સ્પોર્ટી અને લેટેસ્ટ

GST ફ્રોડ : ગુજરાતના પત્રકાર મહેશ લાંગાની ધરપકડ, ફ્રોડ કેસમાં જપ્ત 20 લાખની રોકડ

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.