Ahmedabad News : અમદાવાદમાં ઈઝરાયલ- ઇરાન યુદ્ધની અસર ગરબા પર, ફાલ્ગુની પાઠકના ગરબાનો કાર્યક્રમ મુલતવી

Ahmedabad News 

સનાતન ધર્મીઓ એટલે કે હિંદુઓ માટે નવરાત્રીનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

આ નવ દિવસ સુધી માં આદ્યશક્તિ જગદંબાના જુદા-જુદા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

રાત્રી દરમિયાન મોડે સુધી જાગીને માંના ગરબા ગાઇ અને રમીને તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

અને હવે તો વિવિધ પાર્ટીઓ બોલાવીને માના ગરબા રમવામાં આવે છે.

ત્યારે અમદાવાદના શંકુઝ ફાર્મમાં ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા, પરંતુ અમુક કારણોસર હવે 14 ઓક્ટોબરે યોજાશે.

 

Ahmedabad News

યુદ્ધના કારણે કેનેડાથી ટીમ પરત આયોજન રદ

હકીકતમા આજે અમદાવાદના શંકુઝ ફાર્મમા ફાલ્ગુની પાઠકના ગરબા યોજાવાના હતા.

પરંતુ ઇરાન ઇઝરાયલ યુધ્ધના કારણે કેનેડાની ટીમ પરત ના ફરી શકતા.

આજનુ આયોજન  રદ કરવામા આવ્યુ છે.

જે આગામિ 14 ઓક્ટોમ્બરના રોજ યોજાશે તેવી ફાલ્ગુની પાઠકે સોશિયલ મિડિયા પર જાહેર કર્યુ છે.

 

 

 

 

સોશિયલ મીડિયા પર આ અંગે  ફાલ્ગુની પાઠકે કહ્યું કે

સોશિયલ મિડિયા પર આ અંગે ફાલ્ગુની પાઠકે કહ્યુ કે, કેમ છો બધા? આવતી કાલથી શરુ થતી

નવરાત્રીની તમે બધાએ ઓલમોસ્ટ તૈયારી કરી દીધી હશે. અને ખાસ તો હું આજે એટલા માટે લાઈવ આવી છું.

કે એક ઈમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કરવાનું છે, કે આજે અમદાવાદમાં કાર્યક્રમ થવાનો છે.

તે અમુક કારણોસર પોસપોન્ડ કરવો પડ્યો છે. જે હવે આગામી 14મી ઓક્ટોમ્બરે થશે.

તેનું કારણ હું તમને કહું તો, ટોરેન્ટોથી અમે પરત ભારત આવી રહ્યા હતા.

જેમાં હું અને મારી ટીમ અલગ ફ્લાઈટમાં હતા, એટલે અમે ગઈ કાલ સાંજે પરત આવી પહોંચ્યા હતા.

પરંતુ તેમની ફ્લાઈટનો પેરીસમાં હોલ્ટ હતો. ગઈકાલ ફ્લાઈટ ભારત આવવા માટે રવાના થઈ,

પરંતુ ઈરાન અને ઈઝરાયલનું યુદ્ધના કારણે ફ્લાઈટને અધવચ્ચેથી પરત પેરીસ જવુ પડ્યું છે.

એટલે અત્યારે અમારી આખી ટીમ પેરીસમાં અટકેલી છે.

 

Read More :

chairman of Tata Sons : રતન ટાટાનું મુંબઈની હોસ્પિટલમાં 86 વર્ષની વયે અવસાન થયું , રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે 

Tesla : પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરશે, કિંમત 21 લાખથી ઓછી હોવાની શક્યતા

ભારત પાસે ઘણા પૈસા છે, અમે 21 મિલિયન ડૉલર કેમ આપીએ? ટ્રમ્પનો ટેરિફ પર ફરી પ્રહાર

Share This Article