ઓલિમ્પિક 2036 : 12 કરોડના ખર્ચ સાથે અમદાવાદમાં ઓલિમ્પિક આયોજન માટે આયોજન શરૂ

ઓલિમ્પિક 2036 

આગામી વર્ષ-૨૦૩૬માં અમદાવાદ ઓલિમ્પિક ૨૦૩૬ માટે દાવેદારી કરી શકે .

તે હેતુથી કરવા કન્સલ્ટન્ટ કોલાઝ ડિઝાઈન પ્લાનિંગ  પ્રા.લિમિટેડ પાસે શહેરનો માસ્ટર પ્લાન રુપિયા ૧૨.૫૬ કરોડ ફી ચૂકવીને તૈયાર

કરવામાં આવશે.

વિકસિત ભારત વર્ષ-૨૦૪૭માં શહેરના થનારા વિકાસને ધ્યાનમાં રાખીને અર્બન પ્લાનિંગ,રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર,પાણી,ગટર અને ટ્રાફિક સહીતના

મુદ્દાને સીટી માસ્ટર પ્લાનમાં ધ્યાનમાં લેવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં કનસ્લ્ટન્ટને પ્લાનિંગ માટે રૃપિયા ૧૨ કરોડથી વધુ ફી ચૂકવવા મંજુરી અપાઈ હોય.

એવી પ્રથમ ઘટના  હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.

2036 નો ઓલિમ્પિક ગુજરાત અને એમાં પણ અમદાવાદમાં રમાવાનું આયોજન થઈ રહ્યું છે.

ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિઝન અમદાવાદ 2036 અને વિકસિત અમદાવાદ 2047 નો માસ્ટર પ્લાન બનાવવાનો નિર્ણય

કરવામાં આવ્યો છે.

પ્લાન બનાવવા માટે કન્સલટંટની નિમણૂક કરવામાં આવી છે.

વિકસિત અમદાવાદ 2047 નો માસ્ટર પ્લાન

બહોળો અનુભવ ધરાવતી કોલાજ કંપનીને આ કામ આપવામાં આવ્યું છે. આ માટે ૧૨.૫૬ કરોડ  રકમ ખર્ચ કરવામાં આવશે.

માસ્ટર પ્લાન  એ ત્રણ તબક્કામાં તૈયાર કરવામાં આવશે.

પ્રથમ તબક્કામાં શહેરની પ્રાથમિક પરિસ્થિતિનું અવલોકન કરવામાં આવશે.

એટલે કે શિક્ષણ, હેલ્થ, આબોહવા, સ્પોર્ટ્સ, કનેક્ટિવિટી, ટ્રાન્સપોર્ટ સહિતની કામગીરીની સમીક્ષા કરવા આવશે.

બીજા તબક્કામાં જુદાજુદા ક્ષેત્રમાં સંકળાયેલા સ્ટેટ હોલ્ડર તેમજ શહેરની સમજના આધારે માર્ગદર્શન અને સલાહ લેવામાં આવશે.

તેમજ સૂચનો આપવામાં આવશે.

ત્રીજા તબક્કામાં એએમસી પાસેના નાણા ભંડોળને આધારે જરૂરી વિઝન મેળવવા અમલીકરણ કરવામાં આવશે.

અમદાવાદને ડેવલપ કરવા કયા પેરામીટરને ધ્યાનમાં લેવાશે

શહેરમાં ટ્રાન્સપોર્ટેશન માસ્ટર પ્લાન તૈયાર કરવા અમદાવાદ શહેરની જરૂરિયાત મુજબના હયાત ટી.પી. રોડ, ટ્રાન્સપોર્ટ ફેસીલીટી, અર્બન

ડિઝાઇન એન્ડ પ્લાનિંગ, સિટી બ્યુટીફીકેશન, સિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સિટી લોજીસ્ટીક, ટ્રાફિક વગેરેનો ડિટેઈલ સર્વે કરી તેના કોમ્પ્રીહેન્સિવ

રિપોર્ટ બનાવવાનો થાય છે.

અર્બન પ્લાનિંગ, ટ્રાન્સપોર્ટેશન,ટ્રાફિક, રોડ ઈન્ફ્રાસ્ટ્રકચર , એકોમોડેશન અને હાઉસિંગ મેન્યુફેકચરીંગ , રીયલ એસ્ટેર અને કન્સ્ટ્ર્કશન ,

એફોડેબલ અને કલીન એનર્જી , લોજીસ્ટીક અને કલામેન્ટ ચેઈન્જ , હોસ્પિટાલીટી અને હેલ્થ , ઉર્જા, પાણી , ગટર , શિક્ષણ અને રમત ગમત

ની સુવિધા , ફલાયઓવર , અંડરપાસ  સ્પેસ ડેવલોપેમન્ટ , આ બધા પેરામીટર ને અમદાવાદ ને વિકસાવવા  માટે ધ્યાન મા લેવામા આવશે.

અમદાવાદ શહેરને વિશ્વસ્તરીય માળખાગત સુવિધાઓ માટે તેમજ શહેરનાં આર્થિક વિકાસ માટે મુખ્ય પાસાઓ જેવા કે ઉદ્યોગ, બાંધકામ,

શિક્ષણ, હેલ્થ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોની શહેરીની વિગત મેળવી તેમાં જરૂરી ફેરફાર તેમજ સૂચનો મેળવવામાં આવશે.

 

READ MORE :

Silver Rate in Ahmedabad : અમદાવાદમાં ચાંદીએ ત્રણ દિવસમાં રૂ.7500નો વિક્રમજનક ઉછાળો નોંધાવ્યો

મોદીજી આવતીકાલે 70 વર્ષ કે તેથી વધુ વયના નાગરિકો માટે આયુષ્યમાન યોજનાનો પ્રારંભ કરશે.

Share This Article