Amreli APMC : તલના ભાવમાં એક દિવસમાં 3825 રૂપિયાનો ઘટાડો

Amreli APMC અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની હરાજી કરવામાં આવી હતી. ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે.

પરંતુ મગફળી અને કપાસના ભાવમાં સામાન્ય વધઘટ થઈ રહી છે. આજે કપાસના 1461 રૂપિયા બોલાયા હતા.

મગફળીના ભાવ 1237 રૂપિયા નોંધાયા હતા. કાળા તલના ભાવમાં એક દિવસમાં 770 રૂપિયા ઘટાડો થયો છે.

કાળા તલના ભાવ 3825 રૂપિયા બોલાયો હતો. ગઈકાલે ભાવ 4595 રૂપિયા બોલાયો હતો.

મગફળીના ભાવમાં 27 રૂપિયાનો વધારો થયો હતો. કપાસના એક મણના ભાવ 1461 રૂપિયા બોલાયા હતા.

અમરેલી યાર્ડમાં મોટી મગફળીના એક મણના 1237 રૂપિયા અને કપાસના એક મણના 1461 રૂપિયા ભાવ રહ્યા હતા.

કપાસના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો અને મગફળીના ભાવમાં 27 રૂપિયાનો વધારો થયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1366 રૂપિયા નોંધાયો હતો.

ચણાના ભાવમાં ગઈકાલની સરખામણીએ 66 રૂપિયાનો વધારો થયો હતો.

અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો પાક સંગ્રહ કરી અને સારા ભાવ મેળવી રહ્યા છે અને

હાલ સતત ભાવ વધતા ખેડૂતોએ સંગ્રહ કરેલો માલ યાર્ડ ખાતે લઈ જાય છે અને સારા ભાવ મેળવી રહ્યા છે.

 
 
 

Amreli માર્કેટિંગ યાર્ડ

અમરેલી યાર્ડમાં મોટી મગફળીના ભાવ 850 રૂપિયાથી લઈને 1,237 રૂપિયા સુધી રહ્યો હતો.

તેમજ મગફળી મઠડીના ભાવ 850 રૂપિયાથી લઈને 1114 રૂપિયા સુધી રહ્યો હતો. અને 2000 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી.

અમરેલી યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી હતી.

આજે કપાસનો ભાવ 930 રૂપિયાથી લઈને 1461 રૂપિયા બોલાયો હતો.

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 887 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી.

અમરેલી યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 1500 રૂપિયાથી લઈને 2840 રૂપિયા નોંધાયો હતો.

તલના ભાવમાં 90 રૂપિયાનો ઘટાડો થયો હતો. યાર્ડમાં 600 ક્વિન્ટલ સફેદ તલની આવક થઈ હતી.

કાળા તલનો ભાવ 3000 રૂપિયાથી લઈને 3825 રૂપિયા સુધી રહ્યો હતો. આજે તલ કાળાનો 770 રૂપિયા ભાવમાં ઘટાડો થયો છે.

2 ક્વિન્ટલ કાળા તલની આવક નોંધાઈ હતી. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં

સોયાબીનની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 637 રૂપિયાથી 836 રૂપિયા સુધી બોલાયો હતો.

માર્કેટિંગ યાર્ડમાં 907 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી.

Read More : Rajkot : રાજકોટમાં ગોપાલ નમકીની ફેક્ટરીમાં આગ લાગતા ફાયર સેફ્ટી પર ઉઠ્યા સવાલો

 
 
Share This Article