જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ લાંબા અંતરાલ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે.
વિધાનસભાની ચૂંટણી માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કામાં રાજ્યની 24 વિધાનસભા બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે.
જેમાં કાશ્મીરની 16 અને જમ્મુની આઠ સીટોનો સમાવેશ થાય છે.
જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં
પ્રથમ તબક્કાના મતદાન માટે સુરક્ષા દળો અને એજન્સીઓ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત ચૂંટણી પંચે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે.
દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે વિશેષ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.
વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કુલ ત્રણ તબક્કામાં મતદાન થવાનું છે.
પ્રથમ તબક્કામાં 18મી સપ્ટેમ્બરે એટલે કે આજે મતદાન થઈ રહ્યું છે.
બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે અને ત્રીજા તબક્કામાં 1 ઓક્ટોબરે મતદાન થવાનું છે
નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
પ્રથમ તબક્કાનું મતદાન તમામ તબક્કાના પરિણામો 8 ઓક્ટોબરે આવશે. 90 બેઠકો ધરાવતી વિધાનસભામાં 13 મુખ્ય પક્ષો વચ્ચે હરિફાઈ જોવા મળશે.
પ્રાદેશિક પક્ષોમાં મહેબૂબા મુફ્તીની આગેવાની હેઠળની પીડીપી અને
ઓમર અબ્દુલ્લાની આગેવાની હેઠળની નેશનલ કોન્ફરન્સ આ ચૂંટણીમાં મુખ્યરૂપે મેદાને છે.
નેશનલ કોન્ફરન્સ મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતરી છે.
PM મોદીએ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત થતાં જ લોકોને મતદાન કરવાની અપીલ કરી છે.
તેમણે કહ્યું, ‘જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆત સાથે,
હું આજે મતદાન કરનાર તમામ મતવિસ્તારના લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા અને લોકશાહીની ઉજવણીને મજબૂત કરવા વિનંતી કરું છું.
હું ખાસ કરીને યુવા અને પ્રથમ વખતના મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી કરું છું.
વર્ષ ૧૯૨૫માં મહારાજા હરીસિંહે જમ્મુ અને કાશ્મીર રિયાસતના રાજા બન્યા.
વર્ષ ૧૯૪૭માં જયારે ભારતમાંથી બ્રિટીશ શાસનનો અંત આવ્યો ત્યારે તેમને ફરીથી જમ્મુ અને કાશ્મીર ના રાજા તરીકે સતા મેળવી.
ભારતની સ્વતંત્રતા સાથે જ બ્રિટીશ સરકારે ઘોષણા કરી કે, મુકત થતા રજવાડા ભારત, પાકિસ્તાન સાથે જોડાઈ શકે છે
અથવા પોતાના મત મુજબ સ્વતંત્ર પણ રહી શકે છે. તેમને મળેલ સ્વતંત્રતાએ માત્ર સૈધાંતિક સંભાવના હતી, કારણ કે,
બ્રિટીશ શાસનના લાંબા શાસન દરમિયાન દેશી રિયાસતો પોતાની વિવિધ જરૂરિયાતો,
અને આંતરિક તેમ જ બાહ્ય સુરક્ષા માટે બ્રિટીશ સરકાર પર નિર્ભર બની ચુકી હતી.