કલમ 370 ઈતિહાસ બની ગઈ છે, હવે તે પાછી નહીં આવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

By dolly gohel - author
14 11 07

કલમ 370 ઈતિહાસ બની ગઈ છે

જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે.

કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે.

અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું.

આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની સ્થિતિ બની ચૂકી છે.

હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. 

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું

કે, કોઈ પણ  કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.તેમણે આગળ કહ્યું કે, ‘મહાયુતિનો અર્થ છે

‘વિકાસ’ અને અઘાડી (મહાવિકાસ અઘાડી)નો અર્થ છે ‘વિનાશ’. હવે તમારે નક્કી કરવાનું છે.

વિકાસ કરનારાને સત્તામાં લાવવા છે કે, વિનાશ કરનારાને.’

છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિ પરથી,  હું તમને રાહુલ બાબા કહું છું કે તમે અથવા તમારી ચોથી પેઢી કલમ 370 પુન:સ્થાપિત કરી શકશે નહીં.

દેશનું દરેક બાળક કાશ્મીર માટે લડવા માટે તૈયાર છે,’ એમ ભાજપના વરિષ્ઠ નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું.

અમિત શાહ સંસદમાં પહોંચ્યા, ત્યારે અન્ય એક કાગળ સાથેની તસવીરો પણ બહાર આવી હતી.

આ કાગળમાં ગુજરાતીમાં ટૂંકી નોંધો ટપકાવવામાં આવી છે.

જે મુજબ 2019નો ઑર્ડર, અનુચ્છેદ 370  અંગે ‘સુપરસીડ’ જેવી અને જમ્મુ અને કાશ્મીરમાં રાજ્ય સરકારને જમીન તથા નોકરી સંબંધે

વિશેષાધિકાર આપતા અનુચ્છેદ 35-એ અંગે કેટલીક નોંધ છે.

 
 
 
77
77

કલમ 370 ઈતિહાસ બની ગઈ છે

READ MORE : 

ટ્રમ્પની બોલી ભાતી, હકીકત જુદી: ગ્રેટ અમેરિકા બનાવવાના વાયદા પોકળ, ચીનથી સસ્તી વસ્તુઓની ખરીદી

ઈન્દિરા ગાંધીનો વારસો અને કલમ 370 નાબૂદ

અમિત શાહે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસીની વાત કરી રહ્યા છે,

પરંતુ રાહુલ ગાંધી તો શું જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.

‘જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય લીધો, ત્યારે હું બિલ (સંસદમાં) લાવ્યો હતો.

પરંતુ રાહુલ ગાંધી,શરદ પવાર, મમતા બેનર્જી, અખિલેશ યાદવ અને સ્ટાલિને આ પગલાનો વિરોધ કર્યો હતો.

તેઓએ કહ્યું હતું કે કલમ 370 દૂર કરશોનહીં કારણ કે તે કરશો તો ખીણમાં રક્તપાત થશેે.

લોહીની નદીઓ ભૂલી જાઓ, કોઈએ પથ્થર ફેંકવાની હિંમત ન કરી.

‘જો કોઈ સરકારી પદ ધરાવતી વ્યક્તિ પાસે ‘પ્લાન, લેખ, નોંધ, દસ્તાવેજ કે માહિતી’ હોય, જેનાથી દેશની એકતા અને અખંડિતતા જોખમાય શકે.

તેવા પ્લાનની ગુપ્તતા રાખવામાં નિષ્ફળ રહે અને પ્લાન ખુલ્લો પડી જાય તો તેમને આ કલમ હેઠળ દોષિત ઠરશે.

તો ત્રણ વર્ષ સુધીની સજા કે દંડ અથવા બંને થઈ શકે છે.

ભારતની અર્થવ્યવસ્થાનું ઉચ્ચારણ ત્રીજા નંબર પર

પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે.

મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં 11મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો છે.

2027માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઘાડી લોકો (મહા વિકાસ આઘાડી) ખોટા વાયદા કરે છે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ બુધવારે રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 પુન:સ્થાપિત કરવા માટે કેન્દ્ર સરકાર અને ચૂંટાયેલા

પ્રતિનિધિઓ વચ્ચે સંવાદની માગણી કરતો ઠરાવ મંજૂર કર્યો હતો.

રાજકીય પક્ષો દ્વારા આ પગલાંને આવકારવામાં આવ્યો હતો જ્યારે મુખ્ય વિપક્ષ ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

દેશના કયા રાજ્યમાં સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ સાવચેતી રાખવાની જરૂર છે.

તથા જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાની સંભવિત સ્થિતિ અંગે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે.

આ સિવાય વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહસચિવ તથા વિદેશમંત્રી દ્વારા કરવાના કામો ક્રમબદ્ધ રીતે નોંધાયેલાં હતાં.

ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, મધ્ય પ્રદેશ, આસામ, આંધ્ર પ્રદેશ તથા તેલંગણામાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવી.

આ કામ ગૃહસચિવે કરવાનું રહેશે.ગુપ્ત દસ્તાવેજના પ્રથમ પન્ના ઉપર કુલ 17 મુદ્દા હતા.

જેમાં છેલ્લો મુદ્દો વિદેશ પ્રધાન (એસ. જયશંકર) દ્વારા હાથ ધરવામાં આવશે.

READ MORE : 

Bhool Bhulaiyaa 3 : ફિલ્મ નુ ટ્રેલર થયુ લોન્ચ , માધુરી દીક્ષિત અને વિદ્યા બાલન એ મંજુલિકા ના રોલમા રૂહ બાબા સામે ટકરાશે !

કરણ અર્જુન 30 વર્ષ પછી સિનેમાઘરોમાં ગાજશે, શાહરૂખ – સલમાનનો ફરીથી જાદુ જોવા મળશે

 

 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.