Banaskantha News
ગુજરાતમાં આગામી મહિને 13 નવેમ્બર 2024ના રોજ વાવ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે.
ત્યારે આ પેટાચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પ્રચાર-પ્રસાર અને ઉમેદવાર પસંદગીની તૈયારી શરૂ કરી દીધી છે.
આ વખતે વાવ બેઠક પર માત્ર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ ખરાખરીનો જંગ નથી, પરંતુ આમ આદમી પાર્ટી પણ આ બેઠક પર
ચૂંટણી લડવાની તૈયારીમાં છે. જેને લઈને હવે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચેનું ગઠબંધન તૂટશે
અને વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ જામશે તેવી શક્યતાઓ છે.
બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠક પર ત્રિપાંખિયો જંગ થવાની પૂર્ણ શક્યતા છે.
કારણ કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અહીં પોતાના ઉમેદવારો ઉતારવાની તૈયારી કરી રહી છે.
વાવ બેઠક પર દર વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ચૂંટણી જંગ હોય છે. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે.
આપના પ્રદેશ નેતાએ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઈને મહત્ત્વપૂર્ણ વાત કરી છે.
Banaskantha News
ભાજપે વાવ બેઠક: પ્રભારી અને નિરીક્ષકોની કરી નિમણૂકને સમાયો
ભાજપ દ્વારા વાવ બેઠક માટે ત્રણ નિરીક્ષક અને પ્રભારીની નિમણૂક કરવામાં આવી છે. રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને
મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને આગામી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિધાનસભાના પ્રભારી
તરીકે નિમણૂક કરાઈ છે. જ્યારે વાવ બેઠક માટે 3 નિરીક્ષકની નિમણૂક કરાઈ છે. જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે જનક પટેલ (બગદાણા),
અસારવા ધારાસભ્ય દર્શના વાઘેલા અને પ્રદેશ પ્રવકતા યમલ વ્યાસને પણ જવાબદારી સોંપવામાં આવી છે.
આવતીકાલે સવારે 11 વાગે સેન્સ પ્રક્રિયા હાથ ધરશે. ઉમેદવાર પસંદગી માટે નિરીક્ષક સેન્સ પ્રક્રિયા કરશે.
વાવ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોના નામની ચર્ચા થઈ રહી છે.
જેમાં કે.પી.ગઢવી, ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશીભાઈ રબારી, માવજી પટેલ સહિતના નેતાઓ રેસમાં છે.
આમ તો આ ત્રણેય ઉમેદવારો અલગ અલગ સમાજના છે.
પરંતુ ગેનીબેનની જીત બાદ કોંગ્રેસ જાતિગત સમીકરણોને બાજુએ મૂકીને ગેનીબેનના જોરે ચૂંટણી લડી શકે છે.
તો ભાજપમાંથી વાવ બેઠક પર મુકેશ ઠાકોર, શૈલેષ ચૌધરી, સ્વરૂપજી ઠાકોર, કરશનજી ઠાકોર, લાલજી પેટલ, રજની પેટલ અને ગજેન્દ્રસિંહ
રાણાના નામની ચર્ચા છે.
read more : ગુજરાત હાઈકોર્ટે 3800 પોલીસ અધિકારીઓ માટે મોટા પાયે ભરતીની જાહેરાત કરી