BAPSનું વિશાળ કાર્યકર
આગામી 7 ડિસેમ્બર (શનિવારે) વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બી.એ.પી.એસ.
સંસ્થાના આંતરરાષ્ટ્રીય ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ ની ઉજવણી કરાશે. આ મહોત્સવની તડામાર
તૈયારી ચાલી રહી છે કારણ કે, ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’માં વિશ્વના 30 દેશોમાં સેવારત BAPS
કાર્યકરો ભાગ લેશે. આ માટે એક લાખથી વધુ કાર્યકરોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે. આ પ્રસંગે
બી.એ.પી.એસ.ના વડા મહંત સ્વામી મહારાજ સહિત અનેક સાધુ-સંતો અને અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગુજરાત તેમજ ભારતના વિવિધ પ્રાંતોમાંથી આવનારા કાર્યકરોના
હજારો વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન કરાયું છે. કાર્યકરોને પાર્કિંગ સ્થળ
અને સ્ટેડિયમ સુધી પહોંચાડવા માટે પણ ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. બી.એ.પી.
એસ.ના સારંગપુર (બોટાદ), રાયસણ અને શાહીબાગમાં છેલ્લાં બે મહિનાથી આ કાર્યક્રમની તૈયારી ચાલતી હતી.
BAPSનું વિશાળ કાર્યકર
read more : ગુજરાતમાં નેનો ફર્ટિલાઈઝરનો વધતો ઉપયોગ, આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસની શરૂઆત
આ કાર્યક્રમમાં ભારતમાં સૌ પ્રથમવાર એક લાખ કાર્યકરો એલઈડી બેલ્ટથી અલગ અલગ સિમ્બોલ દર્શાવશે.
સ્ટેડિયમની જમીન પર સૌથી અત્યાધુનિક ટેકનોલોજીથી સ્ક્રીન પ્રેઝન્ટેશન થશે.
બીએપીએસ દ્વારા 1972માં કાર્યકર માટેનો અલગ વિભાગ તૈયાર કરાયો હતો.
જેની સંખ્યા આજે લાખો કાર્યકરો સુધી પહોંચી છે.
કાર્યકરોની આ પ્રથાને 50 વર્ષ પૂર્ણ થતાં કાર્યકર સુવર્ણ મહોત્સવ ઊજવાઈ રહ્યો છે.
આ પ્રસંગે સ્ટેડિયમમાં બે હજાર કરતાં વધારે કાર્યકરો, 1800 લાઇટ્સ, 30 પ્રોજેક્ટરની મદદથી પર્ફોમન્સ અપાશે.
સ્ટેડિયમમાં સાયકલોન ઇફેક્ટ અને આકાશમાં વિવિધ ટેકનલોજીની મદદથી વિવિધ પ્રતિકૃતિ તૈયાર થશે.
આ દરેક એક્ટ એક હકારાત્મક મેસેજ સાથે તૈયાર કરાયા છે.
આ કાર્યક્રમ માટે પુરુષો અને મહિલા કાર્યકરો માટે ખાસ ડ્રેસ કોડ છે.
ત્રીજી ડિસેમ્બરે સાંજ 5:00 વાગ્યાથી 8:30 વાગ્યા સુધી ચાલનારા આ કાર્યક્રમમાં 2000થી વધુ પર્ફોમન્સ રજૂ કરાશે.
આ કાર્યક્રમમાં 1500થી વધુ બાળકો ખાસ પ્રસ્તુતિ કરશે.
read more :
પુણા વિસ્તારની કોટેજ ઇન્ડસ્ટ્રીઝના તોડને લઈને મેયર અને વિપક્ષી નેતાની ચર્ચા
Ahmedabad News : સેવાસેતુ ખાતે મેયરની હાજરીથી સમસ્યાઓનું નિરાકરણ ન આવ્યું: આ શા માટે છે