ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલની ખરીદી કરશે , 63 હજાર કરોડની ડીલ ફાઈનલ થઈ

By dolly gohel - author
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલની ખરીદી કરશે , 63 હજાર કરોડની ડીલ ફાઈનલ થઈ

ભારત ફ્રાન્સ પાસેથી 

ભારતે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ મરીન ફાઈટર જેટ ખરીદવા માટે મેગા ડીલની મંજૂરી આપી દીધી છે.

 રક્ષા સૂત્રોને ટાંકીને આ જાણકારી આપવામાં આવી છે.

માહિતી અનુસાર, બંને દેશોની સરકારો ટૂંક સમયમાં 63,000 કરોડ રૂપિયાથી વધુની આ સંરક્ષણ ડીલ પર હસ્તાક્ષર કરશે.

જે હેઠળ ભારતીય નેવીને 22 સિંગલ-સીટર અને ચાર ટ્વીન-સીટર રાફેલ મરીન જેટ મળશે.

ડીલ ફાઈનલ થયા પછી રાફેલ મરીન એરક્રાફ્ટની ડિલિવરી 2029 ના અંતથી શરૂ થશે.

અને 2031 સુધીમાં ભારતીય નેવીને તમામ 26 એરક્રાફ્ટ મળી જશે.

આ વિમાનોનું ઉત્પાદન ફ્રાન્સની પ્રાઇવેટ એવિએશન કંપની ડસૉલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવશે.

ભારત ફ્રાન્સ પાસેથી

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલની ખરીદી કરશે , 63 હજાર કરોડની ડીલ ફાઈનલ થઈ
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલની ખરીદી કરશે , 63 હજાર કરોડની ડીલ ફાઈનલ થઈ

આ રાફેલ-એમ વિમાનોને INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય જેવા વિમાનવાહક યુદ્ધ જહાજો પર તૈનાત કરવામાં આવશે.

અત્યાર સુધી, ભારતીય નેવીના આ બંને જહાજો જૂના મિગ 29-કે ફાઇટર પ્લેન સાથે તેમના મિશન પૂર્ણ કરે છે.

રાફેલ-એમ વિમાનોનો કાફલો જૂના થઈ રહેલા મિગ-29K વિમાનોના કાફલાનું સ્થાન લેશે.

આ ડીલ અંતર્ગત, 26 રાફેલ જેટ ઉપરાંત, ફ્રાન્સ વિમાનોના મેન્ટેનન્સ, લોજિસ્ટિકલ સપોર્ટ અને કર્મચારીઓની તાલીમ માટે પણ જવાબદાર રહેશે.

આ ઉપરાંત, ઓફસેટ જવાબદારીઓ હેઠળ, આ વિમાનોના પાર્ટ્સ અને ડિવાઈસનું ઉત્પાદન ફક્ત ભારતમાં જ કરવું પડશે.

પેકેજમાં નેવીના કર્મચારીઓની ટ્રેનિંગનો પણ સમાવેશ થાય છે.

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા કેબિનેટ કમિટી ઓન સિકયોરિટી (CCS) એ આ ડીલને મંજૂરી આપી દીધી છે. 

રાફેલ મરીન એ રાફેલ ફાઈટર એરક્રાફટના એરક્રાફટ કેરિયરસ માટે ડિઝાઈન કરવામા આવેલુ વર્ઝન છે.

જે તેના એડવાન્સ એવિઓનિકસ , વેપન સિસ્ટમ અને એર વોરફેરમા તેની નિપુણતા માટે જાણીતુ છે.

રાફેલ એમ વિમાનવાહક જહાજોથી હાથ ધરવામાં આવતા મિશન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

જેમાં મજબૂત લેન્ડિંગ ગિયર, એરેસ્ટર હુક્સ અને શોર્ટ ટેક-ઓફ બટ એરેસ્ટેડ રિકવરી (STOBAR) ઓપરેશનને પૂર્ણ કરવા માટે મજબૂત

એરફ્રેમની સુવિધા છે.

ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલની ખરીદી કરશે , 63 હજાર કરોડની ડીલ ફાઈનલ થઈ
ભારત ફ્રાન્સ પાસેથી 26 રાફેલની ખરીદી કરશે , 63 હજાર કરોડની ડીલ ફાઈનલ થઈ

READ MORE :

શ્રીલંકાથી પીએમ મોદીને મળ્યું “મિત્ર વિભૂષણ” સન્માન , વડા પ્રધાને ગુજરાતને યાદ કર્યું

આ એક એવી તકનીક છે જેનો ઉપયોગ નેવીના વિમાનવાહક જહાજો પર ફાઇટર વિમાનોના ટેક-ઓફ અને લેન્ડિંગ માટે થાય છે.

કારણ કે એરક્રાફ્ટ કેરિયર્સ પર રનવે ટૂંકા હોય છે. એવામાં ફાઇટર પ્લેનને ખૂબ જ ઓછા અંતરમાં ટેક ઓફ અને લેન્ડિંગ કરવું પડે છે.

ભારતીય વાયુસેના (IAF) પહેલાથી જ અંબાલા અને હાશિમારા સ્થિત તેના એરબેઝ પર 36 રાફેલ ફાઇટર જેટ ચલાવે છે.

ડસૉલ્ટ એવિએશનના 36 રાફેલ ફાઇટર જેટ માટે ફ્રાન્સ સાથેની આ ડીલ મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન ફાઈનલ થઈ હતી.

નવી રાફેલ મરીન ડીલ ભારતીય વાયુસેનાની ક્ષમતાઓમાં વધારો કરવામાં મદદ કરશે.

જેમાં તેની એરિયલ રિફ્યુઅલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનો પણ સમાવેશ થાય છે.

આ સુવિધા ભારતીય વાયુસેનાના લગભગ 10 રાફેલ વિમાનોને હવામાં જ ઇંધણ ભરવા સક્ષમ બનાવશે.

જેનાથી તેમની ઓપરેશનલ રેન્જ વધી જશે.

 

READ MORE :

જામનગરમાં પ્લેન ક્રેશ દુર્ધટના : ભારતીય વાયુસેનાનુ ફાઈટર પ્લેન ક્રેશ થયુ ,આ ઘટનામાં 1 પાયલોટનું મોત

ભારતની પહેલી હાઈડ્રોજન ટ્રેનનું ટ્રાયલ શરૂ, જાણો તેની ખાસિયતો કેવી રીતે અન્ય ટ્રેનોથી અલગ છે?

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.