બિશ્નોઈ જેલમાં છે ત્યાં સુધી સુરક્ષિત, બહાર આવ્યો તો જીવ જોખમમાં: રાજ શેખાવત

By dolly gohel - author

બિશ્નોઈ જેલમાં છે 

ગુજરાતની જેલમાં બેસીને નેતા અને અભિનેતાઓ માટે માથાનો દુઃખાવો બનેલાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લઈ વલસાડ આવેલા કરણી

સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજ શેખાવતે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

રાજ શેખાવતે લોરેન્સ બિશ્નોઇને ડરપોક હોવાનાં કારણે 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો.

જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી સેફ છે, જે દિવસે જેલમાંથી બહાર આવ્યો.

એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે અને ઠાર મારનાર માણસને અમે પુરસ્કાર આપીશું.

એવું નિવેદન આપતા મોટો વિવાદ છંછેડાયો છે.

મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દિકીની ગોળી મારી હત્યા કર્યા બાદ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનાં કહેવાતાં સાગરીતો સલમાનખાનને

એક પછી એક ધમકીઓ આપી કરોડો રૂપિયાની ખંડણી માંગી રહ્યા છે.

જેને લઈને લોરેન્સ બિશ્નોઇ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ત્યારે આ માથાભારે ગેંગસ્ટરને કરણી સેનાનાંરાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વલસાડ ખાતે ખુલ્લી ચેલેન્જ આપી છે .

અને લોરેન્સને એક ડરપોક માણસ કહ્યો છે.

રાજ શેખાવતે કહ્યું કે, ‘લોરેન્સ બિશ્નોઇ એક આતંકવાદી છે. જે હત્યાઓ કરાવે છે, ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે.

દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરનાર ડરપોક લોરેન્સ 12-12 વર્ષથી જેલમાં હોવાં છતાં જામીન અરજી નથી મુકતો.

આ કાયર જ્યાં સુધી જેલમાં છે ત્યાં સુધી જ સેફ છે, જ્યારે જેલમાંથી બહાર નીકળશે એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ તેને ઠાર કરી દેશે.

 

 

 

read more :

Hardik Pandya : સૌથી વધુ કમાણી કરનારા ક્રિકેટરોમાંના એક, નવુ આલીશાન ઘર ખરીધુ છે , જેની કિંમત 34000000 રૂપિયા છે !

સરકારની પોલીસ અંકાઉન્ટર ન કરે તો શું રાહત રહે છે?

રાજ શેખાવતે ભાજપની કેન્દ્ર અને ગુજરાત સરકારને પણ આડે હાથે લીધી હતી.

સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ‘જેલમાં એક સામાન્ય અપરાધી પાસે કોઇ સંપર્ક નથી હોતો.

તો આ ગેંગસ્ટર કઇ રીતે હત્યાઓ કરાવે છે અને કઈ રીતે ડ્રગ્સનો ધંધો કરે છે?

આમાં અંદરને અંદરના લોકો પણ સંડોવાયેલા હોય તો જ આ શક્યબને છે, બાકી કંઇ ન થાય.

કેન્દ્ર સરકાર કેમ તેનું એન્કાઉન્ટર નથી કરતી અને એને કેમ આટલો સાચવે છે તેજમને તો નથી સમજાતું.

આવી ગેંગોનો ખાત્મો કરવાનું કામ સરકારનું હોવાં છતાં પણ ટેકેદારો લોરેન્સને સમાજનો યોદ્ધો કહે છે.

જે સનાતનીઓની હત્યા કરે એ કંઇ રીતે યોદ્ધો હોઇ શકે? સરકાર તેને શા માટે છાવરી રહી છે.

તે મોટો સવાલ છે. તેના કારણે દેશમાં ભયનો માહોલ હોવાનો આક્ષેપ કર્યો હતો.

 

 

બિશ્નોઈ જેલમાં છે

લોકસભાની ચૂંટણીમાં ભૂલો થઈ પણ હવે નહીં

આગામી નગરપાલિકાની ચૂંટણી બાબતે રાજ શેખાવતે લોકસભામાં ભૂલ થઈ,હવે નહીં થાય.

તેવું જણાવી આવનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓને લઇને પણ ક્ષત્રિયોને ટિકિટ ન મળે તો અપક્ષ લડવા માટે જણાવ્યું હતું.

નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓને ટિકિટ આપવામાં અવગણના કરવામાં આવશે.

તો તેનું પરિણામ જે તે પક્ષના લોકોએ ભોગવવું પડશે. જે પક્ષ ક્ષત્રિય સમાજના આગેવાનોને ટિકિટ નહીં આપે તેના વિરુદ્ધ મતદાન કરાવીશું.

બાબા સિદ્દીકીની હત્યા બાદ દેશમાં ફરી એકવાર લોરેન્સ બિશ્નોઈનું નામ ચર્ચામાં છે.

લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈએ ખુલાસો કર્યો છે કે જ્યારે તેઓ જેલમાં છે .

ત્યારે તેમનો પરિવાર તેમની સંભાળ પાછળ દર વર્ષે 35 થી 40 લાખ રૂપિયા ખર્ચે છે.

ધ ડેલી ગાર્ડિયનના અહેવાલ મુજબ, 50 વર્ષીય રમેશ બિશ્નોઈએ એમ પણ કહ્યું કે પરિવારે ક્યારેય વિચાર્યું ન હતું .

કે તે ભવિષ્યમાં અપરાધી બની જશે.રિપોર્ટ અનુસાર, લોરેન્સ બિશ્નોઈના પિતરાઈ ભાઈ રમેશે કહ્યું,

અમે હંમેશાથી અમીર રહ્યા છીએ. લૉરેન્સના પિતા હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા.

અને ગામમાં તેમની 110 એકર જમીન છે. લૉરેન્સ હંમેશા મોંઘા કપડા અને જૂતા પહેરતો હતો.

હજુ પણ તે જેલમાં છે ત્યારે પરિવાર તેની પાછળ વાર્ષિક 35-40 લાખ રૂપિયા ખર્ચે છે.

 

read more :

યુવકોના પ્રશ્નનો પ્રિયંકાનો ઝડપી પ્રહાર, BJPના ઝંડા સાથે રસ્તા પર નીકળ્યા બાદ મળ્યો આ જવાબ

Baaghi 4 First Look : બ્લડી છે અને 2025 માં શું આવવાનું છે તેની ઝલક આપે છે

સાત લાખ કરોડનું રોકાણ મહારાષ્ટ્ર પાસેથી છીનવીને ગુજરાતને આપ્યું : રાહુલ ગાંધીનો ભાજપ પર આક્ષેપ

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.