દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાની તબિયત આજે અચાનક બગડી હતી.
જે બાદ તેમને આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે
તેમને સ્કિન ઈન્ફેક્શનની સાથે તેમને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. આ સમાચાર ત્યારે
આવ્યા કે, જ્યારે વીરેન્દ્ર સચદેવાએ હાલમાં જ યમુના નદીના ગંદા પાણીમાં ડુબકી લગાવી હતી.
વીરેન્દ્ર સચદેવાએ આ ડુબકી વિરોધ પ્રદર્શન દરમિયાન લગાવી હતી. અને ડુબકી મારતાં વખતની
તસવીર પણ સામે આવી હતી. માહિતી પ્રમાણે એવું કહેવામાં આવી રહ્યું છે કે, યમુનામાં ડૂબકી
માર્યા બાદ વીરેન્દ્ર સચદેવાને શરીરમાં ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
જે બાદ તેમને તરત આજે આરએમએલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ પહેલા વીરેન્દ્ર સચદેવાની તબિયત અંગે માહિતી આપતાં દિલ્હી ભાજપે કહ્યું કે, યમુનામાં ડૂબકી માર્યા
બાદ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર
જણાવ્યું હતું, બપોરથી જ વીરેન્દ્ર સચદેવાને ચામડી પર લાલ ચકામા, ખંજવાળ અને શ્વાસ લેવામાં થોડી તકલીફ થઈ રહી છે.
તે બાદ તેમને RML હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હાલમાં ડોક્ટરોએ ચેકઅપ કરીને તેમને ત્રણ દિવસની દવા આપી હતી.
read more :
વડોદરા: 33 માર્ગો પર બે દિવસ માટે ડાયવર્ઝન, ભારત-સ્પેનના વડાપ્રધાનોની મુલાકાતને પગલે પોલીસની જાહેરાત
અત્રે ઉલ્લેખનીય છે કે, દિવાળીના થોડા દિવસો બાદ મનાવવામાં આવતાં છઠ પર્વ પહેલા નદીમાં
ભારે પ્રદૂષણ અને ઝેરી ફીણના મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ કરવામાં
આવ્યા હતા. વીરેન્દ્ર સચદેવાએ બુધવારે કેજરીવાલને યમુનામાં ડૂબકી મારવાનો પડકાર ફેંકતા કહ્યું કે,
પૂર્વ મુખ્યમંત્રીએ દિલ્હીના લોકોને વચન આપ્યું હતું કે તેઓ 2025ની છઠ પૂજા પહેલા યમુનાની સફાઈ કરશે,
જેથી લોકો નદીમાં સ્નાન કરી શકે.
ભાજપ દ્વારા ITO નજીક છઠ ઘાટ પાસે એક મંચ બનાવ્યો અને તેના પર લાલ જાજમ પાથરવામાં આવી હતી,
અને બે ખુરશીઓ મુકી જેના પર આતિશી અને કેજરીવાલના નામ લખ્યા હતા.
દિલ્હી ભાજપના પ્રવક્તા પ્રવીણ શંકર કપૂરે કહ્યું કે, “અમે રાહ જોઈ રહ્યા છીએ કે, કેજરીવાલ અને
દિલ્હીના મુખ્યમંત્રી અહીં આવે અને યમુનાની હાલત જોવે. સચદેવે સવારે યમુનામાં ડૂબકી લગાવી
અને માતા યમુનાની માફી માંગી કારણ કે અરવિંદ કેજરીવાલ અને આતિષીની સરકારેએ યમુનાની સફાઈ
માટે 8,500 કરોડ રૂપિયા ખર્ચ્યા, પરંતુ નદી સ્વચ્છ કરવામાં નથી આવી.
કોણ છે વીરેન્દ્ર સચદેવા
તે ગુરુવારે ITO ઘાટ પર ગયો અને મહત્વપૂર્ણ નદીની સફાઈનું વચન પાળવામાં આપ સરકારની
નિષ્ફળતાના વિરોધના ચિહ્ન તરીકે યમુના નદીના અત્યંત પ્રદૂષિત પાણીમાં ડૂબકી લગાવી.
તેમણે યમુનામાં ડૂબકી લગાવી અને દિલ્હી સરકારના "ભ્રષ્ટાચાર" માટે "ક્ષમા માંગી", આરોપ લગાવ્યો
કે AAP સરકારે નદીને સાફ કરવા માટે કેન્દ્ર દ્વારા ફાળવવામાં આવેલા ₹8500 કરોડની લૂંટ કરી.
તેમણે મુખ્યમંત્રી આતિશી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને નદીની સ્થિતિનું
નિરીક્ષણ કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો.
નવીન વિરોધ પછી તરત જ વીરેન્દ્ર સચદેવાને ત્વચાની બિમારીઓ અને શ્વાસ લેવામાં તકલીફ
થવા લાગી અને તેણે રામ મનોહર લોહિયા હોસ્પિટલની મુલાકાત લીધી. તેને ત્રણ દિવસ માટે
દવા સૂચવવામાં આવી હતી.
પરંતુ શનિવારે તેમની તબિયત બગડી હતી, અને ત્વચાના ચેપ અને શ્વાસ લેવામાં
તકલીફને કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
read more :
નીંદા, સંયમની હાકલ : ઇઝરાયેલના ઇરાન હુમલાઓ પર વિશ્વની પ્રતિક્રિયા