ભાજપના ધારાસભ્યએ
ભાજપના સંગઠમાં મંડળ પ્રમુખોની નિયુક્તિ મુદ્દે સાંસદે મનસુખ વસાવા એ પણ રજૂઆત કરી હતી કે તેમના વિસ્તારમાં ખોટી નિયુક્તિ થઈ છે/
આવી જ ફરિયાદ વધુ એક ધારાસભ્ય દ્વારા નિયુક્તિને લઈને નિયમો નેવે મુકાયા હોય તે પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે.
ત્યારે શું છે સમગ્ર મામલો જોઈએ આ રિપોર્ટમાં.પ્રદેશ ભાજપનું સંગઠન પર્વ 2024 ચાલી રહ્યું છે.
જે અંતર્ગત ભાજપે ત્રીજા તબક્કા અંતર્ગતની કામગીરી શરૂ કરી દીધી છે.
એટલે કે ત્રીજા તબક્કામાં ભાજપે મંડળ પ્રમુખોની નિયુક્તિનો દોર હાથમાં લીધો છે.
જે પૈકી ભાજપે 580 મંડળ પ્રમુખોની નિયુક્તિ કરી દીધી છે. જેવી મંડળ પ્રમુખોની નિયુક્તિ અંગેની જાહેરાત થતાં જે નામો સામે આવ્યા છે.
નામ જાણ થતા વિરોધનો શોર જોવા મળી રહ્યો છે.
જે અંગે વાત કરવામાં આવે તો થોડા દિવસો પહેલા સાંસદ મનસુખ વસાવાએ પણ ખોટી રીતે નિયુક્તિ થયા હોવાની ફરિયાદ પ્રદેશ મોવડી
મંડળને કરી હતી.
હવે સાંસદ બાદ વધુ એક ધારાસભ્ય પણ આ જ પ્રકારની રજૂઆત પ્રદેશ ભાજપના મોવડી મંડળને કરી છે.
આ અંગે આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર ભાજપની પ્રમુખની નિયુક્તિ નિયમો ધ્યાનમાં લેવાયા ના હોય તે પ્રકારની રજૂઆત કરવામાં આવી છે.
ભાજપના ધારાસભ્યએ
READ MORE :
બેંકોના ભ્રષ્ટાચારમાં આઠ ગણો વધારો, RBI એ બેંકોને ચેતવણી આપી, કડક આદેશ જારી કર્યો !
આણંદ જિલ્લામાં આવેલી ઉમરેઠ વિધાનસભા બેઠકના ધારાસભ્ય ગોવિંદ પરમાર દ્વારા સંગઠન મહામંત્રી રત્નાકરજીને ઉમરેઠ શહેર પ્રમુખ
તરીકેની નિયુક્તિ અંગેની રજૂઆત કરી છે.
જેમાં પત્ર મારફત જણાવ્યું છે કે, “ભાજપ દ્વારા નિયુક્તિ અંગેનો નિયમ બનાવવામાં આવ્યો છે.
તદુપરાંત એક પરિવારમાં આવતા વ્યક્તિ પણ હોદ્દેદાર હશે તો ફોર્મ રદ કરવામાં આવશે.
જે રીતે આણંદ જિલ્લાના ઉમરેઠ શહેર ભાજપમાં હાર્દિક પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
તે નિયુક્તિ અંતર્ગત પરિવારવાદ સામે આવ્યો હોય તે પ્રકારે લાગી રહ્યું છે.
કેમ કે હાર્દિક પટેલને શહેર ભાજપ પ્રમુખ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે.
આ હાર્દિક પટેલના પિતા પ્રકાશભાઈ પટેલ હાલ ઉમરેઠ એપીએમસી ભાજપના મેન્ડેડ ઉપરથી ચૂંટાયેલા ચેરમેન છે.
જે ઉમરેઠ ખરીદ વેચાણ સંઘના પણ ડિરેક્ટર તરીકે છે. એટલે કે આમ એક જ પરિવારમાંથી બે હોદ્દેદારોને હોદ્દો મળ્યો છે.
પ્રકાશભાઈ ભાજપમાં એપીએમસીમાંથી સહકાર ક્ષેત્રમાં ચૂંટાયેલા છે.
જ્યારે તેમના પુત્રને શહેર ભાજપ તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે.
જે અંગે ધારાસભ્ય ગોવિંદ પરમારે સંગઠન મહામંત્રી રત્નાકરને આણંદ જિલ્લા ઉમરેઠમાં શહેર ભાજપની નિયુક્તિ અંગેની રજૂઆત કરી છે.
હાર્દિકના માતા સોનલબેન પટેલ અગાઉ ઉમરેઠ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
હવે જોવાનું એ રહેશે કે આ રજૂઆત બાદ ભાજપનું મોવડી મંડળ ફેરબદલ કરે છે કે પછી યથાવત રાખે છે.
READ MORE :
Gold Price Today : સોનું રૂ.79,000 ની પાર પહોંચ્યું : વિશ્વ બજારમાં વધઘટ જોવા મળી
Carraro India IPO : લિસ્ટિંગ 30 ડિસેમ્બરે, જાણો GMP, લિસ્ટિંગ પહેલા સબસ્ક્રિપ્શન અપડેટ્સ