બોરસદમાં ટ્રક પલટી
બોરસદ શહેરમાં વાસદ ચોકડીએ આવેલા જૈન મંદિર પાસે વિચિત્ર અકસ્માત થયો હતો.
જેમાં લોખંડના સળિયા ભરેલી ટ્રક ૬૬ કેવીના તોતિંગ વીજ પોલ સાથે ભટકાતા બોરસદ શહેર સહિત આજુબાજુના ગામડાઓમાં વીજળી
ડુંલ થઈ ગઈ હતી.
બોરસદની વાસદ ચોકડી પાસે જૈન દેરાસર આગળ પસાર થતા વાસદ હાઇવે ઉપર વહેલી સવારે ૬ વાગે ભાવનગરથી લોખંડના સળિયા ભરીને
ભરુચ તરફ ટ્રક જતી હતી.
બોરસદમાં ટ્રક પલટી
read more :ચાલુ કોર્ટે જજને 35 હજારની લાંચ આપવાની કોશિશ, પરિણામે શું બન્યું?
ત્યારે દેરાસર પાસેથી અચાનક આવેલી કારને બચાવવા જતાં ટ્રકના ડ્રાઇવરે સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવી દેતા ટ્રક નાળું તોડીને બાજુમાં આવેલા
૬૬ કેવીના તોતિંગ વીજ પોલ સાથે અથડાઈને ટ્રક ઉલટી થઈ ગઈ હતી.
વહેલી સવારે ઘટના બનતા પ્રચંડ અવાજના કારણે બાજુની સોસાયટીના રહીશો પણ ચોંકી ઉઠયા હતા.
૬૬ કેવી પોલની છેક ઉપરનો હેવી વાયર તૂટી પડતા બોરસદ શહેર સહિત ૬૬ કેવી લાઈનથી જતી આજુબાજુના ગામડાની લાઈટો પણ બંધ થઈ
ગઈ હતી.
વહેલી સવારે બનેલી ઘટનાથી એમજીવીસીએલના કર્મચારીઓ સ્થળ ઉપર આવીને વીજપોલનું સમારકામ કરી લાઈટ ચાલુ કરવાની કામગીરી
શરુ કરી હતી.
read more : અડાજણમાં ગેરકાયદે કુટણખાનું પકડાયું, થાઇલેન્ડની 6 યુવતીઓ મુક્ત, 11 ગ્રાહકો અને હોટલ માલિકની ધરપકડ