ઈરાનના ઈઝરાયલ પર હુમલા
ભારતીય શેરબજાર છેલ્લા કેટલાક દિવસથી પોતાની સર્વોચ્ચ ટોચે ટ્રેડ થઈ રહ્યા છે.
પરંતુ છેલ્લા બે દિવસમા નોંધાયેલ કડાકએ મોટા કરેક્શનની સંભાવના વધારી હતી.
તેમા પણ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે યુધ્ધની વણસી રહેલી સ્થિતિના કારણે મોટા કડાકાની દહેશત રોકાણકારોમા જોવા મળી છે.
ઈરાનના ઈઝરાયલ પર હુમલા
વિદેશી રોકાણકારો મોટાપાયે પોતનુ રોકાણ પાછુ ખેચી રહ્યા છે
જિઓ- પોલિટિકલ ક્રાઇસિસના પગલે વિદેશી રોકાણકારો મોટાપાયે પોતાનુ રોકાણ પાછુ ખેંચી રહ્યા છે.
જેની અસર સ્થાનિક શેરબજાર પર જોવા મળી છે.
જો બને દેેેેશો વચ્ચે યુુુુુધ્ધની સ્થિતિ વણસી તો રોકાણકાર શેરબજારમાંથી સુરક્ષિત રોકાણ માધ્યમો તરફ ડાયવર્ટ થઈ શકે છે.
જેનાથી પ્રોફિટ બુકિંગ પણ વધશે.
કંપનીઓના શેરમાં મોટો કડાકો નોંધાયો
યુધ્ધની સ્થિતિ વચ્ચે વિશ્વભરના ઇક્વિટી માર્કેટ તૂટ્યા છે.
અમેરિકાનો નાસડેક 1.53 ટકા તૂટ્યો છે, ડાઉ 0.41 ટકા, એસએન્ડપી 500 1.4 ટકા તૂટ્યો છે.
એપલ એનવીડિયા અને માઇક્રોસોફ્ટ જેવી દિગ્ગ્જ ટેક્નોલોજી કંપનીઓના શેરમા મોટો કડાકો નોંધાયો છે.
વોલેટિલિટી ઈન્ડેક્સ હાઈ લેવલે પહોચ્યો છે. જાપાનનો નિક્કઈ 2 ટકાથી વધુ તૂટ્યો છે.
રિથોલ્ટ્સ વેલ્થ મેનેજમેન્ટના ચીફ માર્કેટ સ્ટ્રેટેજિસ્ટ કેલી કોક્સે જણાવ્યું હતું કે,
મધ્ય-પૂર્વમાં તણાવના કારણે માર્કેટમાં વોલેટિલિટી વધી છે. ક્રૂડના ભાવો વધ્યા છે,
બોન્ડ, સોનાની કિંમોતો વધી છે. હેજિંગની સંભાવના વધતા શેરબજાર તૂટ્યા છે.
થેમિસ ટ્રેડિંગમાં ઈક્વિટી ટ્રેડિંગના કો-હેડ જોસેફ સાલુજીએ જણાવ્યું કે, જિઓ-પોલિટિકલ ટેન્શનના કારણે ક્રૂડ મોંઘુ થયુ છે.
જેથી વૈશ્વિક સ્તરે મોંઘવારી વધશે, અને જેને કાબુમાં લેવા વ્યાજના દરો ફરી પાછા વધવાની ભીતિ સાથે શેરબજારમાં કડાકો જોવા મળી શકે છે.
જો યુદ્ધની સ્થિતિ યથાવત રહી તો ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાઈ શકે છે.
વૈશ્વિક બજારોમાં જોખમ વધશે. વિદેશી રોકાણકારોની વેચવાલીમાં પણ વધારો થશે. સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવાની શક્યતા વધી છે.
Read More :
Tesla : પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર એપ્રિલમાં ભારતમાં લોન્ચ કરશે, કિંમત 21 લાખથી ઓછી હોવાની શક્યતા