BZ ગ્રુપના કૌભાંડમાં નવા ખુલાસા, શિક્ષકોએ પોન્ઝી સ્કીમમાં લોકો પાસેથી કરાવ્યું લાખોનું રોકાણ

BZ ગ્રુપના કૌભાંડમાં નવા ખુલાસા

ભૂપેન્દ્ર ઝાલાના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં શિક્ષકો સૌથી વધુ ભાગીદાર હોવાનું ખુલ્યું છે.

ખેડબ્રહ્માના શિક્ષકને વધુ આવક મળતા નોકરીમાંથી રાજીનામું આપ્યું હતું.

BZ ગ્રુપના કૌભાંડને લઈ અનેક ખુલાસા થઈ રહ્યો છે.

જેમાં ભૂપેન્દ્ર ઝાલાના પોન્ઝી સ્કીમ કૌભાંડમાં શિક્ષકો સૌથી વધુ ભાગીદાર હોવાની વિગતો સામે આવી છે.

ખેડબ્રહ્માના શિક્ષકે સ્થાનિક વિસ્તારમાં લાખોનું રોકાણ કરાવ્યું છે.

BZ ગ્રુપના કૌભાંડમાં નવા ખુલાસા
 

મંત્રી પ્રફુલ પાનસેરીયાએ શું કહ્યું ?

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું કે, ”સીઆઈડી ક્રાઈમ સમગ્ર કેસની તપાસ કરી રહી છે,

જેમાં શિક્ષકોને એજન્ટ બન્યા હશે અને તે હકીકતો સામે આવશે પછી શિક્ષણ વિભાગ યોગ્ય પગલા પડશે.

કોઈ શિક્ષકની ભૂમિકા હશે તો તેમને છોડવામાં આવશે નહીં”.

સાથો સાથ શિક્ષકોને આ પ્રકારની માયાજાળમાં ન ફસાવવા માટે પણ અપીલ કરતા કહ્યું કે,

જો કોઈ શિક્ષકો આ અંગે જાણકારી ધરાવતા હોય તો

નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે” વધુમાં કહ્યું કે, લોકોએ આવા ઠગોથી દુર રહેવું જોઈએ

Read More : સુરતમાં ફિલ્મી ઢબે બે રાઉન્ડ ફાયરિંગ, બાઇકસવાર શખ્સો ગોળીબાર કરી ફરાર

 
Share This Article