28 એપ્રિલે યોજાશે
કેનેડા ના વડાપ્રધાન માર્ક કોર્નીએ મોટી જાહેરાત કરી છે.
વૈશ્વિક ઉથલ-પાથલ વચ્ચે તેમણે દેશમાં આગામી મહિને 28 એપ્રિલે સ્નૈપ ચૂંટણી કરાવવાનો નિર્ણય લીધો છે.
તેમની આ જાહેરાત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગૂ કરાયેલી ‘અયોગ્ય’ ટેરિફના જવાબમાં છે.
જે કેનેડાની અર્થવ્યવસ્થા માટે ખતરો બની છે.
કેનેડામાં સામાન્ય ચૂંટણી 20 ઓક્ટોબર પહેલા થવાની ન હોતી.
પરંતુ વડાપ્રધાન કાર્નીએ પોતાની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
તેઓ લિબરલ પાર્ટીના નેતા છે અને એક મહિના પહેલા જ વડાપ્રધાન પદ પર પદભાર ગ્રહણ કર્યો છે.
તેમણે જસ્ટિન ટ્રૂડોના રાજીનામા બાદ વડાપ્રધાન પદના શપથ લીધા.
વડાપ્રધાન માર્ક કોર્ની એ રવિવાર સવારે ઓટ્ટાવામા ગવર્નર જનરલ મેરી સિમોન ને મળ્યા હતા.
28 એપ્રિલે યોજાશે
કોર્ની એ સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છે.
માર્ક કોર્નીએ રૉયટર્સના માધ્યમથી કહ્યું હતું કે, અમે પોતાના જીવનકાળના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યા છીએ.
જે ટ્રમ્પના અયોગ્ય વ્યાપારિક પગલા અને અમારી સંપ્રભુતા વિરૂદ્ધ ધમકીઓના કારણે પેદા થયો છે.
કેનેડાને સુરક્ષિત કરવા માટે ઘણું બધું કરવાનું બાકી છે.
કેનેડામાં રોકાણ કરવા, કેનેડાને બનાવવા અને તેને એકજુટ કરવા માટે મને મારા સાથી કેનેડિયનોનું મજબૂત સમર્થન જોઈએ.
મેં ગવર્નર જનરલ સાથે સંસદને ભંગ કરવા અને 28 એપ્રિલે ચૂંટણી યોજવાની અપીલ કરી છે અને તેમણે તેને મંજૂરી આપી દીધી છે.
READ MORE :
તમિલનાડુ મા સ્ટાલિન સરકારની હિન્દી વિરુદ્ધ લડત: રૂપિયાના સિમ્બોલમાં બદલાવ લાવવામાં આવ્યો
કોર્ની પાસે રાજકીય કે ચૂંટણી પ્રચારનો અનુભવ નથી, તેઓ અગાઉ ક્યારેય ચૂંટણી લડયા નથી.
પરંતુ લેબર પાર્ટીને આશા છે કે આર્થિક મોરચે તેમના લાંબા અનુભવથી તેઓ દેશની આર્થિક સ્થિતિમાં સુધારો કરી શકશે.
કેનેડા બ્રિટિશ કોમનવેલ્થનું સભ્ય છે અને ગવર્નર જનરલ બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ હોય છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કેનેડાને સતત ધમકીઓ આપી રહ્યા છે.
માર્ક કોર્ની આ મુદ્દે આક્રમક પ્રચાર કરી રહ્યા છે.
READ MORE :
ટ્રમ્પના નવા નિર્ણયથી 4 દેશોના 5.3 લાખ લોકો માટે ત્વરિત પાછા ફરવાનો ખતરો!
ઉત્તર મેસીડોનિયાના નાઇટ ક્લબમાં ભયંકર આગ, 51 નાં મોત અને 100થી વધુ ઈજાગ્રસ્ત