કેનેડાનો મોટો યુ-ટર્ન
શિખ અલગતાવાદી હરદીપ સિંઘ હત્યા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પૂર્વ માહિતી હતી.
તેવા કેનેડાના ગ્લોબલ એન્ડ મેઇલના અહેવાલને કેનેડાની સરકારે તદ્દન અસ્વીકાર્ય ગણી ફગાવી દીધો હતો.
આ અંગે ભારત સરકારે પહેલેથી જ સખત વિરોધ ઉઠાવ્યો હતો.
આ રિપોર્ટ અંગે પોતાના પ્રત્યાઘાતો આપતાં જસ્ટિન ટ્રુડોની સરકારે સ્પષ્ટતા કરી હતી કે, તે અહેવાલ કેનેડાના વહીવટી તંત્રનું વલણ દર્શાવતા નથી.
અમારે તે સાથે કોઈ લેવા દેવા નથી.કેનેડામાં એક અલગતાવાદી નેતાની હત્યાને ભારત સાથે જોડવાના પ્રયાસ બાદ બંને દેશો વચ્ચેના બગડતા
સંબંધો વચ્ચે કેનેડાની સરકાર ફરી એકવાર બેકફૂટ પર આવી ગઈ છે.
કેનેડા સરકારે તાજેતરના એક મીડિયા અહેવાલ પર પ્રતિક્રિયા આપી છે જેમાં ભારત પર આરોપ મૂકવામાં આવ્યો હતો.
કે કેનેડામાં ગુનાહિત ગતિવિધિઓ થઈ રહી છે તેની માહિતી પહેલાંથી જ હતી.કેનેડા સરકારે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી છે.
કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત ડોભાલને કેનેડાની અંદરની ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા
કોઈ પુરાવા ટાંક્યા નથી અને ન તો તે તેમની જાણમાં છે.
READ MORE :
7000 વિદ્યાર્થીઓ કેનેડાથી ડિપોર્ટ: વિઝા માટે અરજી કરતી વખતે થતી સામાન્ય ભૂલોથી સાવધ રહો
તે અંગે હવે તદ્દન યુ-ટર્ન લેતા કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે જણાવ્યું હતું કે, કેનેડાની સરકારે આવું કહ્યું જ નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર કે ભારતની નેશનલ સિકયુરિટી એજન્સીના વડા અજિત દોવલ તેમાં સંડોવાયેલા હોય તેવા
કોઈ પુરાવા અમારી પાસે છે જ નહીં.ભારત પર ખોટો આરોપ લગાવનારી ટ્રુડો સરકાર પાસે કોઈ પુરાવા નથી.
ભારતની કડકાઈ બાદ ટ્રુડો સરકારે નિવેદન જાહેર કર્યું છે.
ટ્રુડો સરકારે કહ્યું કે ભારતના વડાપ્રધાન મોદી, વિદેશ પ્રધાન જયશંકર અને અજિત ડોભાલ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ
સિંહ નિજ્જરની હત્યા સહિત કોઈપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં કોઈ ભૂમિકા નથી.
તેમની પાસે આ અંગે કોઈ પુરાવા પણ નથી.કેનેડા સરકારના એક સૂત્રને ટાંકીને કેનેડાના ગ્લોબ એન્ડ મેલ અખબારના અહેવાલમાં દાવો કર્યો છે
કે વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી અને ભારતીય રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારને પણ આ અંગે જાણકારી હતી.
18 જૂન, 2023ની સાંજે, સરે જાહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યા હતા, જેને ભારતે ફગાવી દીધા હતા.
કેનેડાની સંસદે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને તેની હત્યાના એક વર્ષ પૂર્ણ થવા પર શ્રદ્ધાંજલિ આપી હતી.
આ માટે સંસદમાં એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
કેનેડાનો મોટો યુ-ટર્ન
આ આક્ષેપોને આ સપ્તાહના પ્રારંભે જ ભારત સરકારે ફગાવી દીધા હતા અને તેને હાસ્યાસ્પદ કહ્યા હતા.
આ પૂર્વે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો અને તેના નાયબ વિદેશ પ્રધાન ડેવિડ મોરીસને પણ સપ્ટેમ્બર ૨૦૨૪માં કેનેડા
સ્થિત શિખ અલગતાવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટની સંડોવણીના મુકેલા આક્ષેપથી બંને દેશો વચ્ચે
અત્યંત તંગદિલી પ્રવર્તી રહી હતી. પરંતુ રાયો-દ-જીનીઓમાં મળેલ જી-૨૦ની પરિષદ દરમિયાન અમેરિકાના પ્રમુખ જો બાયડને
બંને વડાપ્રધાનો ટ્રુડો અને મોદીને સાથે મળી ચર્ચા કરવા અનુરોધ કર્યો જેમાં ટ્રુડોએ પૂર્વે કરેલા વિધાનો પાછા ખેંચવા સાથે
વડાપ્રધાન મોદીની સરાહના કરતાં હવે તે વિવાદનો અંત આવ્યો છે.કેનેડિયન મીડિયા રિપોર્ટ પર સ્પષ્ટતા કરતા જસ્ટિન ટ્રુડો
સરકારે કહ્યું કે, ‘કેનેડા સરકારે આ નિવેદન આપ્યું નથી, ન તો તે વડાપ્રધાન મોદી, વિદેશ મંત્રી જયશંકર અથવા NSA અજિત
ડોભાલને કેનેડામાં ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડતા કોઈ પુરાવાથી વાકેફ છે. આ અહેવાલ અટકળો પર આધારિત અને ખોટો છે.
કેનેડિયન મીડિયાએ સરકારી સોર્સને ટાંકીને દાવો કર્યો હતો કે ભારતીય વડાપ્રધાન, વિદેશમંત્રી અને NSAને ખાલિસ્તાન સમર્થક
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે પહેલાંથી જ જાણકારી હતી.આ પછી બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો.
વિદેશ મંત્રી એસ જયશંકરે આરોપ લગાવ્યો હતો કે કેનેડા ભારતમાં વોન્ટેડ લોકોને વિઝા આપે છે.
તેમણે કહ્યું હતું કે, ‘ પંજાબમાં સંગઠિત અપરાધો સાથે જોડાયેલા લોકોનું કેનેડામાં સ્વાગત કરાય છે.’
READ MORE :
“દિલ્હીના CM કેજરીવાલના આલીશાન બંગલામાં ગોલ્ડ પ્લેટેડ ટોયલેટ સીટ, ભાજપે ફોટો બતાવીને કર્યો પ્રહાર”
International News : ટ્રમ્પ અને મસ્કની પ્રતિબિંબિત કીર્તિનો લાભ લેતા ટ્રમ્પ