કેન્સર
ભારતમાં નિયંત્રિત દવાઓ ના ભાવ વધવાની ધારણા છે.
કેન્સર , ડાયાબિટીસ , હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ જેવી આવશ્યક દવાઓ ના ભાવ વધવાનો અંદાજ હોવાનું જાણવા મળેલ છે.
જે નિયંત્રિત શ્રેણીની દવાઓ ના ભાવમાં 1.7% નો વધારો થવાની શક્યતા છે.
કાચા માલ અને અન્ય ખર્ચાઓની કિમત દિવસે ને દિવસે વધી રહી હોવાથી દવા ઉધોગો દ્રારા પણ કિમત વધારવામા આવશે.
બજારમા દવાઓના નવા ભાવ એ હજુ લાગુ થવામા બે થી ત્રણ મહિના લાગી જશે .
કારણ કે કોઈ પણ સમયે બજાર મા લગભગ 90 દિવસ સુધી વેચાણપાત્ર દવાઓ ઉપલબ્ધ હોય છે.
રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિ, 2022 માં સૂચિબદ્ધ કિંમતોના નિર્ધારણ અથવા પુનઃનિર્ધારણના પરિણામે સરેરાશ ભાવ ઘટાડાથી દર્દીઓ
માટે અંદાજે વાર્ષિક રૂપિયા 3,788 કરોડની બચત થઈ છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રાષ્ટ્રીય આવશ્યક દવાઓની સૂચિ માટે સૂચનાઓ જારી કરે છે.
ફાર્મા કંપનીઓ પર નિયમોના ઉલ્લંઘન નો આરોપ લાગ્યા
ફાર્મા કંપનીઓ પર વારંવાર ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવે છે.
સંસદીય સ્થાયી સમિતિના એક રિપોર્ટ અનુસાર ફાર્મા કંપનીઓ અનુમતિપાત્ર ભાવ વધારાની મર્યાદાનું વારંવાર ઉલ્લંઘન કરે છે.
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (NPPA)એ 307 મામલામાં ફાર્મા કંપનીઓ નિયમોનો ભંગ કરતી જોવા મળી હતી.
સરકારી નિયમો એ શુ છે ?
NPPA 2013 ના ડ્રગ પ્રાઈસ કંટ્રોલ ઓર્ડર હેઠળ દવાઓની કિંમતો નકકી કરે છે.
તમામ ફાર્મા કંપનીઓને કિંમતો નિર્ધારિત મર્યાદામાં રાખવા સૂચના આપવામાં આવી છે.
જો દવાઓના ભાવમાં ઘટાડો થાય તો તેનો સીધો ફાયદો દર્દીઓને થાય છે.
નેશનલ એસેન્શિયલ મેડિસિન્સ લિસ્ટ 2022 હેઠળ ભાવ નિયંત્રણને કારણે દર્દીઓને વાર્ષિક 3788 કરોડ રૂપિયાની બચત કરવામાં આવી હતી.
READ MORE :
નીતિન ગડકરીની મોટી જાહેરાત : 6 મહિનામાં ઈલેક્ટ્રિક વ્હિકલ્સની કિંમત પેટ્રોલ ગાડીઓ જેટલી હશે
ફાર્માસ્યુટિકલ્સ વિભાગ હેઠળ, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી DPCO, 2013 ના નિયમો અનુસાર આ સુનિશ્ચિત દવાઓ માટે ટોચમર્યાદા કિંમતો નક્કી કરે છે.
સુનિશ્ચિત દવાઓના બધા ઉત્પાદકો અને માર્કેટર્સને NPPA દ્વારા નિર્ધારિત કિંમત પર અથવા તેનાથી ઓછી કિંમતે તેમના ઉત્પાદનો
વેચવા ફરજિયાત છે.
રસાયણો અને ખાતરો પરથી જાણવા મળ્યુ છે કે ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓ વારંવાર માન્ય ભાવ વધારાને વટાવીને દવાના ભાવ નિર્ધારણના
નિયમોનું ઉલ્લંઘન કરતી જોવા મળી છે.
6 માર્ચ, 2025 સુધીમાં, નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી એ ડ્રગ (કિંમત નિયંત્રણ) ઓર્ડર 2013ના ફકરા 20 હેઠળ ઉલ્લંઘનના
307 કિસ્સાઓ રજુ કર્યા છે.
જે બિન-સુનિશ્ચિત દવાઓ માટે ભાવ વધારાને નિયંત્રિત કરે છે.
આ ઉલ્લંઘનો દવાના ખર્ચમાં અનિયંત્રિત વધારા અને પોષણક્ષમતા પર તેમની અસરને લગતી વધતી ચિંતાઓને રેખાંકિત કરે છે.
READ MORE :
રામ મંદિરના 400 કરોડના ટેક્સથી સરકારી ખજાનામાં મોટો વધારો, આ આંકડો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો
ગુજરાતમાં મકાન ખરીદવા માટે રાહત: નવા જન્ટ્રી દરો અજમાશે નહીં!