કેન્દ્રીય કર્મચારીઓ
કેન્દ્ર સરકારે આજે પોતાના કર્મચારીઓ અન પેન્શનરોના મોંઘવારી ભથ્થા (ડીએ)માં ૩ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
સરકારના આ નિર્ણયથી દિવાળી અગાઉ ૧ કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને લાભ થશે.
ડીએમાં ૩ ટકાના વધારાનો અમલ ૧ જુલાઇથી કરવામાં આવશે.
આ સાથે જ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું ડીએ વધીને ૫૩ ટકા થઇ ગયું છે.
કેબિનેટ બેઠક પછી કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું
કે કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોની ડિયરનેસ રિલીફ(ડીઆર)માં બેઝીક પગાર અને પેન્શનના ૩ ટકા ડીએ
વધારવાનો નિર્ણય લીધો છે.
૩ ટકા ડીએ વધારવાથી સરકારની તિજોરી પર ૯૪૪૮ કરોડ રૂપિયાનો બોજ પડશે.
આ અગાઉ માર્ચમાં કેન્દ્ર સરકારે ડીએ ચાર ટકા વધારી ૫૦ ટકા કર્યુ હતું. ડીએમાં ચાર ટકા વધારાનો અમલ ૧ જુલાઇથી કરવામાં આવ્યો હતો.
પ્રધાને જણાવ્યું હતું કે ઓલ ઇન્ડિયા કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ-ઇન્ડસ્ટ્રીયલ વર્ક્સના ૧૨ મહિનાની સરેરાશને આધારે કર્મચારીઓના ડીએમાં
વધારો કરવામાં આવે છે.
ડીએમાં ૩ ટકા વધારાનો લાભ કેન્દ્ર સરકારના ૪૯.૧૮ લાખ કર્મચારીઓ અને ૬૪.૮૯ લાખ પેન્શનરોને મળશે.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લેવાયેલા અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ ઘંઉના ટેકાનો ભાવ માર્કેટિંગ સિઝન ૨૦૨૫-૨૬ માટે ક્વિન્ટલ દીઠ રૂ. ૧૫૦
થી વધારી ૨૪૨૫ રૂપિયા કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે પીએમ અન્નદાતા આય સંરક્ષણ અભિયાન માટે ૩૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લીધોે છે.
અન્ય એક નિર્ણય હેઠળ વારાણસી- પંડિત દીન દયાલ ઉપાધ્યાય (ડીડીયુ) મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ માટે ૨૬૪૨ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.
read more :
BEML Share : ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નિર્માણ કરશે , ટ્રેનો માટે રૂ. 866.87 કરોડનો કરાર !
હવામાન અપડેટ : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણ