ચીનનું ટેરીફ વૉર
અમેરિકા ના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વૉર પર ચીને પ્રતિક્રિયા આપતાં વિવિધ ચીજો પર 10થી 15 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હોવાની
જાહેરાત કરી છે. ચીનના આ પગલાં થી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે.
અમેરિકાએ ચીનના સામાન પર 10 ટકા ટેરિફ લાદતાં ચીને જવાબી કાર્યવાહીમાં અમેરિકાના કોલસા અને એલએનજી પ્રોડક્ટ્સ પર 15 ટકા
ટેરિફ લાદ્યો છે. તેમજ ક્રૂડ અને અન્ય ચીજો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે.
ચીનની સરકારે જણાવ્યું કે, કોલસા, અને લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડક્ટ્સ પર 15 ટકા, જ્યારે ક્રૂડ ઓઈલ, કૃષિ મશીનરી, લાર્જ-ડિસ્પ્લેસમેન્ટ
કાર પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. વધુમાં ગુગલના એકાધિકાર વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે.
ગુગલે ચીનની કંપનીઓ સાથેના કરારમાં ભંગાણ પડતાં ચીનની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી.
મુખ્યત્વે વેપાર ભાગીદારો પર તેમના ટેરિફથી અમેરિકનો આર્થિક ‘પીડા’ અનુભવી શકે છે.
પરંતુ દલીલ કરી હતી કે યુએસ હિતોને સુરક્ષિત કરવા માટે તે કિંમત ચૂકવવા યોગ્ય રહેશે.
ચીનનું ટેરીફ વૉર
અમેરિકા એ નિયમ નો ભંગ કર્યો છે.
ચીનના રેગ્યુલેટર્સે જણાવ્યું હતું કે, અમેરિકાનો એકપક્ષીય ટેરિફ વધારો વિશ્વ વેપાર સંગઠનના નિયમોનું ગંભીર ઉલ્લંઘન કરે છે.
તે ફક્ત પોતાની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ નથી.
પરંતુ ચીન અને અમેરિકા વચ્ચેના સામાન્ય આર્થિક અને વેપાર સહયોગને પણ નુકસાન પહોંચાડે છે.
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર 10 ટકા ટેરિફ લાદવાનો આદેશ આપ્યો હતો. તે મંગળવારથી અમલમાં આવવાનો હતો.
જોકે ટ્રમ્પે આગામી થોડા દિવસોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરવાની યોજના બનાવી હતી.
ટ્રમ્પની ચીન સાથે વાતચીત કરવાની તૈયારી
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા બાદ તેને 30 દિવસનો સમય આપ્યો હતો.
પરંતુ ચીનને કોઈ રાહત આપી ન હતી. જો કે, ટ્રમ્પે ચીન સાથે ટેરિફ મુદ્દે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી.
ટ્રમ્પે કહ્યું કે, તે આગામી 24 કલાકમાં ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગ સાથે વાતચીત કરશે.
ચીન પર લાદવામાં આવેલા ટેરિફ મંગળવારે 12.01 વાગ્યાથી લાગુ થયા છે.
ચીનની અમેરિકા સામેની આ કાર્યવાહીને કારણે યુએસ-ચીન ટ્રેડ વોર વધુ વકર્યું છે.
બપોરે ઓફશોર યુઆનમાં ઘટાડો નોંધાયો છે. ઓફશોર યુઆનમાં 0.3%નો ઘટાડો નોંધાયો છે.
ચીનના નિર્ણયને કારણે ઓસ્ટ્રેલિયન ડોલર અને ન્યુઝીલેન્ડ ડોલર પણ 0.8% ઘટ્યા છે.
READ MORE :
નાના વ્યવસાયો માટે દિવાળીનો ધમાકો , PM મુદ્રા યોજનાની લોનની મર્યાદા બમણી થઈ