દાના વાવાઝોડું ત્રાટક્યું, 120 કિ.મી.ની ગતિએ પવનો સાથે ભારે વરસાદ, 7 રાજ્યોમાં અસર

By dolly gohel - author
25 06

દાના વાવાઝોડું ત્રાટક્યું

ચક્રવાતી તોફાન દાના ‘દાનવ’  બનીને ગુરુવારે મોડી રાત પછી ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ત્રાટક્યું હતું.

વાવાઝોડું ત્રાટકે તે પહેલાં તકેદારીના ભાગરૂપે ગુરુવારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 300થી વધુ ફ્લાઈટ્સ અને 552 ટ્રેનો રદ કરી દેવાઈ હતી.

આ સિવાય ઓડિશામાં 10લાખથી વધુ જ્યારે બંગાળમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત સાત રાજ્યો પર વાવાઝોડાંની અસર થઈ હતી.

વાવાઝોડાના કારણે ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, મધ્ય-પ્રદેશમાં પણ ભારે વરસાદ ખાબક્યો હતો. 

ભારે પવન સાથે વરસાદ પણ જોરદાર પડી રહ્યું છે.

વાવાઝોડું દાના ઓડિશામાં પ્રતિ કલાક 120 કિ.મી.ની ઝડપે ભિતરકનિકા નેશનલ પાર્ક અને ધામરા

પોર્ટના દરિયા કિનારાના વિસ્તારમાં ટકરાયું હતું. આ સમયે સમુદ્રના મોજા બે મીટર ઊંચા ઉછળ્યા હતા.

વાવાઝોડના કારણે ઓડિશામાં ભારે વરસાદ પડયો હતો. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ ક્હયું હતું

કે, તેમની સરકાર ‘ઝીરો કેઝ્યુલિટી’ માટે કટિબદ્ધ છે. આ માટે દરેક પ્રકારની વ્યવસ્થા કરી દેવાઈ છે.

પીએમ મોદી સતત વાવાઝોડા દાના અંગે માહિતી મેળવી રહ્યા છે.

ઓડિશામાં 14 જિલ્લામાં 10 લાખથી વધુ, પશ્ચિમ બંગાળમાં 3.50 લાખથી વધુ અને અન્ય રાજ્યોમાંથી

પણ હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે.

 

 

read more :

વિદ્યાર્થીઓને વાહનોમાં ભરી સરકારી કાર્યક્રમોમાં લઈ જવા માટે ગાઈડલાઈન કેમ નથી?

દાના વાવાઝોડું ત્રાટક્યું

ઓડિશામાં સ્કૂલ અને કોલેજો બે દિવસ માટે બંધ કરી દેવાયા

વાવાઝોડાના પગલે સર્જાનારી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એનડીઆરએફની

19 ટીમો, ઓડિશા આરએએફની 51, ફાયર સર્વિસની 220 અને વન વિભાગની 95 ટીમો સહિત

385 રેસ્ક્યુ ટીમો તૈનાત કરાઈ છે. આ સિવાય ઓડિશા પોલીસના જવાનોની 150 પ્લાટૂન્સને પણ બચાવ કામગીરી માટે તૈનાત રખાઈ છે.

ભુવેશ્વર એરપોર્ટ ગુરુવારે સાંજથી આગામી 16 કલાક માટે બંધ કરી દેવાયું હતું, જેને પગલે 300થી

વધુ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી.  છે.

ભારતીય રેલવેએ પણ ઓડિશા અને બંગાળમાં ૫૫૨થી વધુ ટ્રેનોનું સંચાલન રદ કર્યું હતું.

પુરી જગન્નાથ મંદિર પરિસરમાંથી બધા જ અસ્થાયી ટેન્ટ હટાવી દેવાયા છે જ્યારે વિશ્વવિખ્યાત કોણાર્ક મંદિર બે દિવસ માટે બંધ કરી દેવાયું છે.

વાવાઝોડા દાનાની અસરના પગલે માત્ર ઓડિશા જ નહીં પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ,

છત્તિસગઢ સહિત પૂર્વોત્તરના રાજ્યો પર અસર જોવા મળી હતી. દાના ઓડિશામાં ત્રાટકે તે પહેલાં

પશ્ચિમ બંગાળમાં શમશેરગંજ અને ફરક્કા વિસ્તારમાં આંધી-તોફાન જોવા મળ્યા હતા. તેની ઝપેટમાં

આવતા ત્રણ હોડી ડૂબી ગઈ હતી અને 16 માછીમાર લાપતા થઈ ગયા હતા. તેમની શોધ ચાલુ છે.

માછીમારો સાથે 10થી 12 વર્ષના અનેક બાળકો પણ હોડીઓમાં સવાર હતા.

 

બ્લોઇંગ માઇન્ડ્સ: 120KMની ઝડપે પવન ફુંકની ઝડપ

ઝારખંડમાં પણ વાવાઝોડાની અસરના કારણે ગુરુવારે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

હવામાન વિભાગે પશ્ચિમી સિંહભૂમ, સરાયકેલા-ખરસાવાં અને પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં

ભારે વરસાદના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાઈ હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 ઓક્ટોબર સુધી આંદામાન સમુદ્રમાં 35-45 થી 55

કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 21 ઓક્ટોબરે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં

40-50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં પવનની

ઝડપ 55-65 થી 75 કિલોમીટર પ્રતિ કલાક વધી શકે છે. 23 ઓક્ટોબરની સાંજથી 24 ઓક્ટોબરની

સવાર સુધી 70-90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

23 અને 24 ઓક્ટોબરે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીની આસપાસના વિસ્તારમાં 45-55 થી 65

કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

23 ઓક્ટોબરની સવારથી ઉત્તર બંગાળની ખાડીમાં 40-50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની
 
ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. 24 ઓક્ટોબરની સાંજથી 25 ઓક્ટોબરની સવાર સુધી પવનની
 
ઝડપ ધીમે ધીમે 100-110 કિમી પ્રતિ કલાકથી વધીને 120 કિમી પ્રતિ કલાક સુધી વધશે અને તે પછી ઘટાડો થશે.
 
 
 
 
read more : 

 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.