દિલ્હીમાં ગાઢ ધુમ્મસનો માહોલ: જનજીવનમાં અસ્થિરતા, ટ્રેનો અને ફ્લાઇટ્સમાં વિલંબ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસનો માહોલ

દેશની રાજધાની દિલ્હીમાં પડી રહેલી હાડ થિજવતી ઠંડીની સાથે આજે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે.

આજે સવારે એટલું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે કે કેટલાક વિસ્તારોમાં તો વિઝિબીલીટી ઘટીને શૂન્ય થઈ ગઈ છે.

હવામાન વિભાગે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી વ્યક્ત કરી છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું હતું.

ગાઢ ધુમ્મસ ના કારણે IGA એરપોર્ટ પર 470 ફલાઈટ્સ મોડી પડી હતી. 

મુસાફરોને ફલાઈટ સંબંધિત માહિતી માટે એરલાઈન નો સંપર્ક કરવા વિનંતી કરવામા આવે છે.

ઝીરો વિઝિબિલિટીને કારણે લોકોને રસ્તાઓ પર વાહન ચલાવવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસનો માહોલ

હવામાન વિભાગે દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હજુ રવિવાર સુધી લોકોને ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડી શકે છે.

આજે અનેક વિસ્તારોમાં વાદળછાયું આકાશ રહેવાની શક્યતા છે.

દિલ્હીમાં ગાઢ ધુમ્મસની પરિસ્થિતિને લીધે દિલ્હીથી ઉપડતી અને દિલ્હી આવતી 95  ટ્રેનોના સમયમાં મોડું થયું છે.

મોટાભાગની ટ્રેનો ત્રણથી ચાર કલાક મોડી ચાલી રહી છે. જેમાં 10 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

તાજેતરમાં હવામાન વિભાગે પણ દિલ્હી-એનસીઆરમાં 5-6 જાન્યુઆરીએ વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી.

આવી સ્થિતિમાં જો દિલ્હી-એનસીઆરમાં વરસાદ થશે તો ઠંડીમાં વધુ વધારો જોવા મળી શકે છે.

 

READ  MORE  :

કાતિલ ઠંડી વચ્ચે માવઠાની આગાહી , ગુજરાતમાં કેટલાંક વિસ્તારોમાં વરસાદની સંભાવના !

 

હવામાન વિભાગે કરી આગાહી

હવામાન વિભાગે આજે આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને સવારે ચાર કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી ઝડપે ઉત્તર-પશ્ચિમ

દિશામાંથી પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરી છે.

મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ ધુમ્મસ અને ઝાકળ છવાયેલો રહેવાની આગાહી છે.

શનિવારે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 21 અને 8 ડિગ્રી સેલ્સિયસ રહેવાની આગાહી કરવામાં આવી છે.

સવારના સમયે કેટલાક સ્થળૉ પર  ગાઢ ધુમ્મસ રહી શકે છે.

શુક્રવારે AQI ખૂબ જ નબળી શ્રેણી મા નોધાયો હતો , તે 10 કેન્દ્રો પર 400 થી વધુ હતો. અને તે ગંભીર શ્રેણીમા નોધાયુ હતુ.

જેમા જહાંગીપુરી , ધ્યાનચંદ સ્ટેડિયમ , નેહરુ નગર , ઓખલા , પટરગંજ અને પંજાબી બાગ નો સમાવેશ થાય છે.

દિલ્હી નો 24 કલાકનો AQI એ 371 જેટલો નોધાયો હતો , જે ખૂબ જ નબળી શ્રેણીમા આવે છે.

 

READ  MORE  :

Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ

ગુજરાતમાં ઠંડી યથાવત : અમુક શહેરો મા હાડ થીજવતી ઠંડી , જાણો હવામાન વિભાગે શુ આગાહી કરી છે ?

અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોમાં ભારે વરસાદ, કાંકરિયા કાર્નિવલમાં વરસાદની અસર !

Share This Article