ડોનાલ્ડ ટ્રમ્પ ના જીતથી
વૈશ્વિક અર્થતંત્રમાં ઘટી રહેલો વિકાસ, ભારે દેવાં અને સતત વધતાં યુદ્ધો બંને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓની સંયુક્ત બેઠકમાં મુખ્ય મુદ્દાઓ બની
રહ્યા હતા.
પરંતુ, આ બંને સંસ્થાઓની બેઠકમાં મહત્ત્વનો મુદ્દો તો જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરી વિજયી થશે તો તેની વૈશ્વિક અર્થતંત્ર પર શી અસર થશે ?
તે જ બની રહ્યો હતો.
તાજેતરના એક પ્રિ-પોલ સર્વેમાં રીપબ્લિકન ટ્રમ્પ, ડેમોક્રેટ ઉમેદવાર હેરિસ કરતાં આગળ હોવાનું જાણવા મળ્યું છે.
આ સાથે તે બંને વૈશ્વિક નાણાંકીય સંસ્થાઓ ઉપરાંત નાણાંકીય બાબતો સાથે સંકળાયેલા દુનિયાના દેશોના અધિકારીઓ,
સેન્ટ્રલ બેન્કર્સ અને સિવિલ સોસાયટી ગૂ્રપના અગ્રણીઓએ ગત સપ્તાહે વૉશિંગ્ટનમાં યોજાયેલી તે વૈશ્વિક સંસ્થાઓની પરિષદમાં ભાગ લીધો હતો.
ડોનાલ્ડ ટ્રમ્પ ના જીતથી
ટ્રમ્પના વિજયની સંભાવનાઓ જોતાં ટ્રમ્પ જો અમેરિકાના પ્રમુખ બને તો તેઓ ટેરિફમાં ભારે મોટો વધારો કરશે તેવી નિશ્ચિત ભીતિ સેવાઈ રહી છે.
તેઓ ટ્રિલિયન્સ ઓફ ડોલર્સનું ડેટ-ઈસ્યુઅન્સ (નોટો છાપવાનું) વધારી દેશે, અને ફોસિલ ફયુઅલ પેટ્રોલ નું ઉત્પાદન વધારે તેવી આશંકા છે.
આથી પર્યાવરણને નુકસાન થશે જ પરંતુ તેની તેઓ ચિંતા કરે તેવા નથી. આ ભારે મોટી ભીતિ છે.
બેન્ક ઓફ જાપાનના ગવર્નર કાઝુઓ યુએડા કહ્યું હતું કે, (અમેરિકાના) પ્રમુખ કોણ થશે તે અંગે ભારે અનિશ્ચિતતા વ્યાપે છે.
સાથે નવા પ્રમુખની નીતિઓ શી હશે તેની પણ સૌ ચિંતા કરી રહ્યાં છે.
ટ્રમ્પ એ દરેક દેશમાંથી થતી આયાતો ઉપર ૧૦% ટેરીફ લગાડવાની અને ચીનમાંથી થતી આયાતો ઉપર સીધો ૬૦ ટકા આયાત-કર લગાડવાનુ કહ્યું છે.
જર્મનીના નાણાં પ્રધાન ક્રિશ્ચિયન લિન્ડનેરે પત્રકારો એ કહયુ હતું કે અમેરિકા-યુરોપનાં વ્યાપાર-યુદ્ધમાં બંને લૂઝર્સ હશે.
આથી વિરુદ્ધ જો કમલા પ્રમુખ બને તો તેઓ બાયડેનની નીતિ ચાલુ રાખે તે વધુ સંભવિત છે. બાયડેન બહુ આયામી સરકારમાં માને છે.
કમલા તેને અનુસરશે, જોકે તેઓ પણ બાયડેનની જેમ કોર્પોરેટ-ટેક્ષ ડેટ રીલીફ, ડેવલપમેન્ટ બેન્ક રીફાર્મસ તો કરશે જ
પરંતુ તે ટ્રમ્પ કરતાં ઘણાં ઓછા હશે.
યુક્રેન ના મતે ટ્રમ્પનું વલણ કેવું રહેશે?
કીએવમાં મોજૂદ થિન્ક ટૅન્ક ઇન્સ્ટિટ્યૂટ ઑફ વર્લ્ડ પૉલિસીના કાર્યકારી નિદેશક યેવહેન મહદા કહે છે.
અમારા માટે એ જરૂરી છે કે અમે પ્રયત્નો કરીએ અને તેમને સમજાવીએ.
તેઓ કહે છે, “ઇરાક યુદ્ધમાં ટ્રમ્પની પાર્ટીની સરકાર સામેલ હતી. આપણે ટ્રમ્પને યુક્રેનની મુલાકાત લેવાનું નિમંત્રણ આપી શકીએ.
જેથી તેઓ ખુદ આવીને જોઈ શકે કે શું થઈ રહ્યું છે અને અમેરિકાએ આપેલી આર્થિક મદદ ત્યાં કેવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે.
યુક્રેન કેટલી હદે અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રભાવિત કરી શકે છે એ પણ મહત્ત્વનું રહેશે.
યેવહેન મહદા એ વાત સાથે સહમત છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ટ્રમ્પનું અનપેક્ષિત વલણ યુક્રેન માટે સમસ્યા બની શકે છે.
યુરોપીય સંઘમાં ટ્રમ્પ અને વેન્સની જોડીના સૌથી પ્રબળ સમર્થક છે હંગેરી વડા પ્રધાન વિક્ટર ઓરબાન.
ઓરબાને હામલાં જ યુક્રેની રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત લીધી હતી.
બાદમાં તેમણે અમેરિકામાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી. પુતિન સાથે ઓરબાનના ગાઢ સંબંધો છે.
યુરોપીય સંઘના નેતાઓને લખેલી એક ચિઠ્ઠીમાં ઓરબાને કહ્યું હતું કે જો ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જાય
તો તેઓ પદના શપથ લે ત્યાં સુધી રાહ નહીં જુએ અને જલદી રશિયા-યુક્રેન વચ્ચે શાંતિવાર્તાની માગ કરશે.
વેપારના ભવિષ્ય અંગે ચિંતા
ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન યુરોપીય સંઘથી થનાર સ્ટીલ અને ઍલ્યુમિનિયમની આયાત પર અમેરિકાએ આયાતકર લાદ્યો હતો.
જોકે ત્યાર બાદ સત્તામાં આવેલા જો બાઇડન પ્રશાસને આ આયાતો પર રોક લગાવી હતી.
પરંતુ ટ્રમ્પે સત્તામાં આવ્યા બાદ બધી આયાતો પર દસ ટકા ટૅક્સ લાદવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
વેપાર મુદ્દે અમેરિકા સાથે નવા આર્થિક ટકરાવની આશંકાને યુરોપના મોટા ભાગના પ્રાંતોમાં એક ખરાબ,
એટલે સુધી કે વિનાશકારી પરિણામના રૂપમાં જોવાશે.
જર્મન સંસદમાં સોશિયલ ડેમૉક્રેટ્સની વિદેશનીતિના પ્રમુખ નિલ્સ શ્મિડ કહે છે.
એક વાત અમે ચોક્કસ જાણીએ છીએ તે એ છે કે યુરોપીય સંઘ પર દંડાત્મક શુલ્ક લગાવાશે અને એટલા માટે આપણે એક
વધુ વેપારયુદ્ધ માટે તૈયાર રહેવું પડશે.
આ અગાઉ આ વર્ષે જેડી વેન્સે સૈન્ય તૈયારીઓ માટે જર્મનીની ટીકા કરી હતી.
તેમનો ઇરાદો જર્મનીના “ટીકા કરવાનો” નહોતો. તેમણે કહ્યું હતું કે હથિયારોનું ઉત્પાદન કરી રહેલા ઉદ્યોગોનો આધાર પૂરતો નથી.
આવનારા સમયમાં વેન્સનું નિવેદન યુરોપની સૌથી મોટી અર્થવ્યવસ્થા જર્મની પર યુરોપીય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં
મુખ્ય ભૂમિકા ભજવવા માટે વધુ દબાણ કરી શકે છે.
ફેબ્રુઆરી 2022માં યુક્રેન સામે રશિયાના “સૈન્ય અભિયાન” બાદ જર્મની ચાન્સેલર આલોફ શૉલ્ત્સે સંસદમાં આપેલા
પોતાના ભાષણમાં આને ઇતિહાસ બદલનારી ઘટના ગણાવી હતી.
તેમના પર યુક્રેનને હથિયાર આપવામાં ખચકાટ અનુભવતા હોવાના આરોપ પણ લાગતા રહે છે.
READ MORE :
વસતી ગણતરી 2025માં શરુ થશે, ધર્મ વિશે પુછાશે પ્રશ્નો, 2028માં થશે સિમાકંન : સૂત્રો
ઇઝરાયેલ-ઇરાન તણાવ વચ્ચે છેલ્લા બે વર્ષમાં ભારતીય શેરબજારમા મોટો ઘટાડો