થર્ટી ફર્સ્ટની ‘ટેક્નો પાર્ટી’માં
વર્ષ 2024ને વિદાય આપી નવા વર્ષ 2025ને આવકારવા પૂરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.
‘વેલકમ 2025’ ના સૂત્ર સાથે યુવાઓ વર્ષની અંતિમ રાત્રિનો આનંદ માણવા તૈયારીમાં લાગી પડ્યા છે.
જોકે, હવે ગાંધીનું ગુજરાત હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ ચૂક્યું છે .
ત્યારે વિદેશમાં થતી પાર્ટીને ટકકર મારે એવી પાર્ટી હવે ગૂજરાતની મેટ્રો સિટી અમદાવાદમાં થઇ રહી છે.
ગુજરાતમાં પણ હવે ગોવાની જેમ નાઈટ પાર્ટીનું ચલણ વધ્યું છે.
સ્ટાર હોટલ-કલબમાં યોજાતી પાર્ટી કરતાંય હવે ગુજરાતી યુવાઓ ધ ટેકનો પાર્ટી પાછળ દીવાના બન્યાં છે.
અંધારામાં ડિમ લાઈટ, ટેકનો મ્યુઝિકની તાલે મસ્તીભર્યા માહોલમાં ‘ટેકનો પાર્ટી’ માં વર્ષની અંતિમ રાત્રિની મઝા માણવા યુવા બેતાબ બન્યા છે.
નવા વર્ષના આગમનના પગલે અમદાવાદ શહેરની સ્ટાર હોટલ અને ક્લબમાં વિવિધ થીમ આધારિત થર્ટી ફર્સ્ટની પાર્ટીનું આયોજન કરવામાં
આવ્યું છે.
જેમાં દિલ્હી, મુંબઈથી જ નહીં, કઝાકસ્તાનથી ડાન્સરો અમદાવાદ આવી પહોંચી છે.
આ પાર્ટીમાં ગઝલ, ક્વીઝથી માંડી ડિનરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવે થીમ બેઝ પાર્ટી કરતા ટેકનો પાર્ટીની ડિમાન્ડ છે.
ઈડીએમ મ્યુઝિકની ધુન સાથે કેફેમાં યોજાતી ટેકનો પાર્ટી યુવાઓની પહેલી પસંદ છે.
થર્ટી ફર્સ્ટની ‘ટેક્નો પાર્ટી’માં
READ MORE :
Gold Price Today : 30 ડિસેમ્બર, 2024ના સોનું-ચાંદીના ભાવ: ભારતમાં નવા દરોને તપાસો
અમદાવાદમાં આજે ક્લબ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, હોટેલો મળીને 35થી વધુ જગ્યાએ ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું છે.
જેમાં સાયલન્ટ ડિસ્કો, નિયોન નાઈટ સહિતની વિવિધ થીમ બેઝડ ડાન્સ પાર્ટીનો સમાવેશ થાય છે.
અનેક ડાન્સ પાર્ટીમાં ડિનર સહિતના આયોજનો છે.
ઈલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક એટલે EDMમાં ડાન્સની ધૂન પર ભારે અવાજ સાથેનું મ્યુઝિક વગાડવામાં આવે છે.
વિશાળ સંખ્યામાં એકત્ર થયેલા લોકો તેમાં ડીજેના તાલે ઝૂમે છે. ઈલેક્ટ્રોનિક મ્યુઝિકના શોખીનો EDMના ખાસ ચાહકો હોય છે.
અત્યારે ટેકનો પાર્ટીનું ચલણ વધ્યું છે. દર શનિ અને રવિવારે આ પાર્ટી યોજાઈ રહી છે.
મુંબઈ-દિલ્હીની ખાસ ઇવેન્ટ કંપનીઓ આ ટેકનો પાર્ટીનું આયોજન કરે છે.
આ વખતે વર્ષે નવા વર્ષની ઉજવણી માટે ટેકનો પાર્ટીમાં મદમસ્ત માહોલમાં મોજ માણવા યુવાઓ બેતાબ બન્યાં છે.
મુંબઈ, દિલ્હીથી ટેકનો પાર્ટીમાં મ્યુઝિક પ્લેયર આવતાં હોય છે.ટેકનો પાર્ટીમાં જવુ હોય તો, એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે છે.
આ એપ પર ભારતના બધાય શહેરોમાં આયોજિત ટેકનો પાર્ટીની બધી વિગતો ઉપલબ્ધ હોય છે.
માત્ર અમદાવાદ સિટી સિલેક્ટ કરો એટલે પાસના ભાવથી માંડી બધી માહિતી મળી જાય છે.
READ MORE :
Reliance Power share price : PFC ની ₹3760 કરોડની ટર્મ લોન PFC તરફથી ધ્યાન કેન્દ્રિત કરે છે
Unimech Aerospace IPO : મલ્ટિબેગર રિટર્ન માટે તૈયાર રહો, GMP સૂચવે છે