શિક્ષણ બોર્ડનો નિર્ણય
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડના કાર્યક્રમ પ્રમાણે ધોરણ 10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે.
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ અત્યારે તૈયારીઓ કરી રહ્યાં હશે.
બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરવા માટે ખુબ મહત્વની હોય છે.
તેવામાં કેટલાક વિદ્યાર્થીઓના મનમાં કોઈ મૂંઝવણ કે પ્રશ્નો હોય છે.
ઘણા વિદ્યાર્થીઓ રાત દિવસ મહેનત કરીને સારું પરિણામ મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓના હિત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પરંતુ આ બધા વચ્ચે એવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે કે જેઓ મહેનત કરવા છતાં પરીક્ષાને લઈને ચિંતામાં હોય છે.
શિક્ષણ બોર્ડનો નિર્ણય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
જેમાં આ હેલ્પલાઈન દ્વારા એક્સપર્ટ કાઉન્સેલર તેમજ સાયકોલોજિસ્ટ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે.
ખાસ કરીને વિદ્યાર્થીઓના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓ આ હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે.
હેલ્પલાઈનનો સમય સવારે 11:00 થી સાંજે 6:00 સુધીનો રહેશે.
આ સમય દરમિયાન કોઈ પણ વિદ્યાર્થી તેની સમસ્યાને લઈને ફોન કરી શકે છે.
જેમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવશે.
અમુક વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના પ્રશ્નોની સમસ્યા હોય છે.
જ્યારે અમુક વિદ્યાર્થીઓને પરીક્ષાની ચિંતામાં આપઘાત કરવા સુધીના વિચારો આવતા હોય છે.
ત્યારે વિદ્યાર્થીઓની મદદ કરવા માટે સાયકોલોજીસ્ટ સહિતના તમામ વિષણના નિષ્ણાંતો ઉપલબ્ધ હોય છે.
જેમાં આગામી 27 જાન્યુઆરીથી લઈને 17 માર્ચ સુધી આ હેલ્પલાઈન કાર્યરત રહેશે.
શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટે કરવામાં આવેલી કામગીરી ખરેખરમાં સરાહનીય કહી શકાય.
READ MORE:
India News : કર્ણાટક હાઈકોર્ટે મસ્જિદોમાં રામ જાપ પરની અરજી કેમ ફગાવી