ઇકો કાર ચાલકે
અમદાવાદમાં દારૂના નશામાં ધૂત વધુ એક શખ્સે અકસ્માત કર્યો છે.
વાસ્તવમાં ધોળકા પંથકમાં રાત્રિના સમયે એક ઇકો ચાલક બેફામ બન્યો હતો.
દારૂના નશામાં ઇકો ચલાવી ડ્રાઇવરે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો.
બાઈક સવાર વ્યક્તિને દારૂના નશામાં બેફામ બનેલા ઇકોના ચાલકે કચડી નાખતા તેમનું કમકમાટીભર્યું મોત થયું છે.
આ તરફ હવે સમગ્ર ઘટનાના CCTV વિડીયો સામે આવ્યા છે.
ઘટનાને લઈ ધોળકા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
READ MORE :
October ના પ્રથમ પાંચ દિવસ : IMD ની આગાહી મુજબ જાણો વરસાદ !
“ન જાણ્યું જનકીનાથે કાલ સવારે શું થવાનું..” એ પંક્તિની જેમ બળવંતભાઈ ચૌહાણ
નામના વ્યક્તિ નોકરી પરથી બાઈક પર ઘરે આવી રહ્યા હતા ત્યારે અકસ્માતમાં તેમનું મોત થયું છે.
ઇકો કાર ચાલકે બાઈક ચાલક બળવંતભાઈ ચૌહાણને કચડી નાખતા મોત થયું છે.
આ તરફ ઇકો ગાડી ચાલક નશામાં ધૂત હોવાનું ખુલ્યુ છે તો સ્પીડમાં ગાડી
ચલાવીને એક કાર અને 3 રાહદારીને પણ ઇસમે ટક્કર મારી હતી.
READ MORE :
Purple United Sales IPO day 1 : GMP, સબ્સ્ક્રિપ્શન અને NSE SME સ્ટેટસ પર વિશ્લેષણ
Mobikwik IPO day 1 : GMP અને સબ્સ્ક્રિપ્શન સ્થિતિ, શું તમારે અરજી કરવી જોઈએ?