ઈલોન મસ્કની સંપત્તિ
તાજેતરમાં જ ઈલોન મસ્કની સંપત્તિમાં તગડો ઉછાળ આવ્યો હતો
અને તેમની કુલ નેટવર્થ 400 અબજ ડોલરને પાર પહોંચી ગઈ હતી, જેણે એક નવો રેકોર્ડ બનાવી દીધો હતો.
હવે ફરી એકવાર ઈલોન મસ્ક મોટો રેકોર્ડ બનાવવાની ખૂબ નજીક છે.
ઈલોન મસ્કની સંપત્તિ ટૂંક સમયમાં વધીને 500 અબજ ડોલર થઈ શકે છે.
હાલમાં ઈલોન મસ્કની કુલ નેટવર્થ 474 બિલિયન ડોલર છે.
એક દિવસમાં તેમની સંપત્તિમાં 19.2 બિલિયન ડોલરનો વધારો થયો છે.
એક વર્ષમાં ઈલોન મસ્કની સંપત્તિમાં જોરદાર ઉછાળ આવ્યો છે.
તેમણે માત્ર એક વર્ષમાં જ 245 અબજ ડોલરની કમાણી કરી લીધી છે.
તેમની કંપનીઓના શેરમાં શાનદાર તેજી આવવાના કારણે એક વર્ષ દરમિયાન તેમણે તગડી કમાણી કરી લીધી છે.
ઈલોન મસ્ક એ બીજા નંબર પર ના અબજપતિ છે.
વિશ્વમાં ઈલોન મસ્ક હાલમાં સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારબાદ જેફ બેઝોસ છે, જેમની કુલ સંપત્તિ 251 અબજ ડોલર છે
અને આ વર્ષે તેમણે 74.5 અબજ ડોલરની કમાણી કરી છે.
ત્રીજા નંબર પર માર્ક ઝકરબર્ગ છે, જેમની સંપત્તિ આ વર્ષે અત્યાર સુધીમાં 92.6 અબજ ડોલર વધી છે
અને તેમની નેટવર્થ 221 અબજ ડોલર છે. આ મસ્કની આ વર્ષની કમાણી કરતાં પણ ઓછી છે.
મસ્કની સંપત્તિમાં આટલો ઉછાળ કેવી રીતે આવ્યો ?
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઈલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લેઆમ સમર્થન આપ્યું હતું.
જ્યારે ટ્રમ્પ જીત્યા ત્યારે તેમની કંપનીઓના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના આંકડા પ્રમાણે 5 નવેમ્બર 2024ના રોજ ઈલોન મસ્કની સંપત્તિ 264 અબજ ડોલર હતી.
લગભગ 40 દિવસમાં જ મસ્કની સંપત્તિમાં 210 અબજ ડોલરનો ઉછાળ આવ્યો છે.
આ વર્ષે તેમની સંપત્તિમાં 107.1%નો ઉછાળ આવ્યો છે.
ઈલોન મસ્ક પાસે આટલા રૂપિયા ક્યાંથી આવી રહ્યા છે ?
મસ્ક ટેસ્લાના લગભગ 13%નો મિલાક છે. તેના શેર રોકેટની જેમ ભાગી રહ્યા છે. એક મહિનામાં 36 ટકાથી વધુનો ઉછાળો આવ્યો હતો.
જેના કારણે તેમની સંપત્તિમાં પણ વધારો થયો છે. મસ્ક સ્પેસએક્સમાં લગભગ 42%ના માલિક છે.
આ કંપની પણ કમાલ કરી રહી છે. આ ઉપરાંત તેમની X કોર્પમાં લગભગ 79% હિસ્સાની માલિકી હોવાનો અંદાજ છે.
READ MORE :
International News :અદાણી કેસમાં મોટો ટ્વિસ્ટ: અમેરિકી સરકાર કરી શકે છે પ્રત્યાર્પણની માગ
World News : જ્યોર્જિયાથી ચોંકાવનારા સમાચાર: રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળી આવ્યા !