ગુજરાત પર વરસાદ નો કહેર ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. મેધરાજા વિદાય લે એ પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, નવરાત્રી પહેલા વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે.
છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.
આજે સવારે 10 વાગ્યા સુધીમાં ગુજરાત ના 55 તાલુકામાં વરસાદ પડી ચુકયો છે
જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાત ના 55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.
આજ વહેલી સવારથી જ ગુજારાત પર મેધ રાજાની કહેર વરસી રહી છે
આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 35 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.
ગુજરાત ના આ 7 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જારી કરવામા આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપવામાં આવ્યું છે.
ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર,
અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર
રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બાકીના અનેક ધણા જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.