ફોર્ચ્યુનર દ્વારા પોલીસ પર હુમલો
અમદાવાદમાં તપોવન સર્કલ પાસે પોલીસ કોન્સ્ટેબલને ગાડી વડે મારી નાખવાના ઇરાદે હુમલો કરનાર બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
તપોવન સર્કલ પાસે વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
દરમિયાન ફોર્ચ્યુનર કાર ચાલકે ગાડી રોકવાના બદલે ફિલ્મી ઢબે પોલીસ પર ગાડી ચલાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
જેમાં એક પોલીસ કોન્સ્ટેબલને ટક્કર વાગતાં તેને બોનેટ પકડી લીધું હતું.
બાદ પોલીસ કોન્સ્ટેબલે ગાડી રોકવાનું કહેવા છતાં એક કિલોમીટર સુધી ઢસેડ્યો હતો.
સમગ્ર ઘટના બાદ ચાંદખેડા પોલીસે ગુનો નોંધી ફોર્ચ્યુન ગાડીમાં સવાર અનુજ પટેલ અને પાયલ પટેલની ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસનું કોમ્બિંગ ચાલી રહ્યું છે.
અલગ અલગ વિસ્તારમાં બેરીકેટડ લગાવીને પોલીસ દ્વારા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
જેમાં તપોવન સર્કલ પાસે પણ બેરીકેટડ લગાવીને પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું.
તે દરમિયાન રાત્રીના સવા અગ્યારની આસપાસ પોલીસે GJ- 01- KQ- 2979 નંબરની
ફોર્ચ્યુનર ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ ફોર્ચ્યુનર કાર ચાલકે ગાડી રોકવાના બદલે પૂર ઝડપે ગાડી ચલાવી પોલીસને મારી નાખવાના ઇરાદે ટક્કર મારી હતી.
જો કે આરોપી ગાડીને વાંકી ચૂકી ચલાવીને પોલીસ કોન્સ્ટેબલને નીચે પાડીને ફરાર થઈ ગયો હતો.
પોલીસ કોન્સ્ટેબલ રાયમલભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ફોર્ચ્યુનર દ્વારા પોલીસ પર હુમલો
Read More : અંબાજી મંદિરે વહીવટદારની નિમણૂકમાં કાચું કપાયાનો વિવાદ, નવા નિર્ણય માટે પુનઃવિચારની આવશ્યકતા
સમગ્ર ઘટના બાદ ચાંદખેડા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જેમાં તપાસ દરમિયાન GJ- 01- KQ- 2979 નંબરની ફોર્ચ્યુનર ગાડીમાં અનુજ પટેલ અને તેમની પત્ની પાયલ પટેલ સાથે સવાર હોવાનું સામે
આવ્યું હતું.
પોલીસે સાયન્સ સીટી વિસ્તારમાં શુભમ બંગ્લોઝની બાજુમાં આવેલા દત્ત રેસીડેન્સીમાં રહેતા હોવાની સામે આવ્યું હતુ.
જે દરમિયાન અનુજ પટેલ અને તેની પત્ની પાયલ પટેલ ઘરે જ મળી આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
તેમજ GJ- 01- KQ- 2979 નંબરની ફોર્ચ્યુનર ગાડી પણ પોલીસે કબજે કરી છે.
આરોપી અનુજ પટેલની મેડિકલ ચેકઅપ પણ હાથ ધરવામાં આવી છે.
તેમજ આરોપીએ પ્રાથમિક પૂછપરછમાં વાહન ચેકીંગના ડરના કારણે વાહન ભગાવ્યું હોવાની પોલીસ સમક્ષ કબુલ્યું છે.
જો કે, પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે
Read More : રેશનકાર્ડમાં e-KYC પ્રક્રિયા માટે નોટબંધી જેવી કતારો, લોકોમાં નિરાશા