કપડા મોંઘા થવાની સંભાવના: GSTમાં વધારો, કાપડ ઉદ્યોગ પર અસર

By dolly gohel - author

કપડા મોંઘા થવાની સંભાવના

સિગારેટ અને તમાકુ 148 જેટલી વસ્તુઓ પર GST વધવા જઈ રહ્યું છે.જેમાંથી એક છે કપડા.

આજે દરેક વ્યક્તિ મોંઘા અને બ્રાન્ડના કપડા પહેરવાનું પસંદ કરે છે. ત્યારે તે લોકોના ખિસ્સા પર ભાર પડી શકે છે.

વાસ્તવમાં તેના પર લાગુ GSTના દરમાં વધારો થઈ શકે છે.

આ અંગેનો અંતિમ નિર્ણય આ મહિને 21મી ડિસેમ્બરે મળનારી GST કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવશે.

તમને જણાવી દઈએ કે 35 ટકાનો આ GST દર હાલના 5%, 12%, 18% અને 28%ના ચાર સ્લેબ છે.

જેમાં જીઓએમએ તૈયાર અને મોંઘા વસ્ત્રો પરના ટેક્સના દરો વધી શકે છે.

ત્યારે ચાલો સમજીએ કેટલા મોંઘા થઈ શકે છે કપડા.

મળતી માહિતી મુજબ રૂ. 1,500 સુધીની કિંમતના તૈયાર વસ્ત્રો પર 5 ટકા GSTની ભલામણ કરી છે.

જ્યારે રૂ. 1,500 થી રૂ. 10,000 સુધીની કિંમતના વસ્ત્રો પર 18 ટકા GST અને તેનાથી વધુ કિંમતના વસ્ત્રો પર 28 ટકા GSTની ભલામણ

કરવામાં આવી છે.

એટલે કે  જો તમે 10,000થી મોંઘા કપડા ખરીદી રહ્યા છો તો તમારે 28 % ટકા GST આપવો પડશે.

કપડા મોંઘા થવાની સંભાવના

read more : વ્યાજખોરના દબાણથી કંટાળી વડોદરાના ફ્રુટ વેપારીનો આપઘાતનો પ્રયાસ, કાયદાની કાર્યવાહી શરૂ

જે લક્ઝરી ચીજવસ્તુઓ પરના ટેક્સની બરાબર છે.

હાલમાં, ₹1000 સુધીના કપડાં પર 5% અને તેનાથી ઉપરના કપડાં પર 12%ના દરે GST વસૂલવામાં આવે છે.

ત્યારે હવે આ કંપનીઓના શેરમાં પણ હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે આ સમાચાર પછી કપડા વેચતી કે બનાવતી કંપનીના સ્ટોકમાં ઘટાડો થઈ રહ્યો છે.

જેમ કે ટાટા ગ્રુપની Trent Limitedના ભાવ 1.32% ઘટ્યો છે.

જ્યારે Arvind Fashions 0.90%નો ઘટાડો , Dollar industriesમાં 0.32% નો ઘટાડો જ્યારે Siyaram silkમાં 0.41%નો ઘટાડો જોવા મળી

રહ્યો છે.

આ આંકડા તારીખ 3 ડિસેમ્બરને 12 વાગ્યા સુધીના છે.

read more : 

દીપિકા પાદુકોણ ની મોટી ખરીદી : 18 કરોડ રૂપિયામાં આલીશાન ફલેટ

Senores Pharmaceuticals IPO allotment : GMP અને એપ્લિકેશન સ્ટેટસ તપાસો

1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.