ગરબા પ્રેમી, ગુજરાતમા આ વખતે વરસાદ વિલન બન્યો છે, નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ 3 દિવસ બાકી છે

ગરબા પ્રેમી

ગુજરાતમા આ વખતે વરસાદ વિલન બન્યો છે. નવરાત્રિ પ્રારંભ થવાને હવે માંડ 3 દિવસ બાકી છે અને હજુ પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

જેના કારણે ગરબા મેદાનો તળાવ બની ગયા છે અને જો આવી જ પરિસ્થિતિ રહી તો ગરબાનું આયોજન વિલંબમાં પડે તેવું છે.

વડોદરાના ગરબા આયોજકો સાથે વાત કરતા તેઓએ કહ્યું હતું કે આજે પણ ૩ ઇંચ વરસાદ વરસી ગયો.

વરસાદની સ્થિતિ જોતા એવુ લાગી રહ્યું છે કે હજુ એક બે દિવસ વરસાદી વાતાવરણ રહેશે.

જ્યાં સુધી વરસાદ પડતો રહે ત્યાં સુધી તો મેદાનો ઉપરથી પાણીનો નીકાલ કરવો શક્ય નથી.

એટલે હજુ બે દિવસ વરસાદ પડે તો પ્રથમ નોરતે ગરબા યોજવા શક્ય નથી.

ગરબા પ્રેમી: વરસાદમાં મેદાનો તળાવ બન્યા

કેમ કે ગરબા મેદાન ઉપરાંત પાર્કિંગ અને ફુડકોર્ટ જેવા વિસ્તારોમાંથી કિચ્ચડ દુર કરવું.

અને લેવલિંગ કરીને મેદાન રમવા લાયક કરવા માટે પણ
ઓછામાં ઓછા 24 કલાક જોઇએ એટલે બની શકે કે પ્રથમ નોરતે ગરબા યોજાય નહી.

જો આવુ થશે તો એવી પણ એક વિચારણા છે કે દશેરાના દિવસે પણ ગરબા યોજીને એક દિવસ વધારવામાં આવશે.

જો કે માતાજી પાસે એવી આશા રાખીએ કે સોમવારથી મેઘરાજા વિદાય લે.

અને સૂર્યનારાયણ દર્શન આપે તો વડોદરાના ખેલૈયાઓ પ્રથમ નોરતેથી જ મન મૂકીને રમી શકે.

વડોદરાની સ્કૂલોમાં આજે રજા જાહેર

ભારે વરસાદને પગલે વડોદરાની સરકારી-ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ- પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક એમ

વડોદરા મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં આજે (30મી સપ્ટેમ્બર) રજા જાહેર કરી દેવાઈ છે.

વડોદરાની સ્કૂલોમાં આજે રજા જાહેર ભારે વરસાદને પગલે વડોદરાની સરકારી-ગ્રાન્ટેડ-નોન ગ્રાન્ટેડ- પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક એમ tv1 gujarati news

જુનાગઢમા વરસાદી પાણીના ભયંકર દૃશ્યો જોવા મળ્યા

રવીવારે મોડી સાંજે ગિરનાર પર બે કલાકમા જ સાંબેલાધાર વરસાદ ખાબકતા તમામ પાણી ભવનાથ ક્ષેત્રમા આવતા

પાણીના ધસમતા પ્રવાહના બિહામણા દૃશ્યો જોવા મળ્યા હતા.

જુનાગઢમા વરસાદે વિરામ લેતા શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો.

જુનાગઢમા વરસાદી પાણીના ભયંકર દૃશ્યો જોવા મળ્યા tv1 gujarati

રાજ્યમા સિઝનનો સરેરાશ 137 ટકા વરસાદ

રાજ્યમા આ ચોમાસુ સરેરાશ કરતા સારુ રહ્યુ છે.

તમામ ઝોનમા સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે.

આજે સવાર સુધીમા સિઝનનો સરેરાશ 137 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

ઝોનવાઈઝ વરસેલા સિઝનના વરસાદની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ કચ્છ ઝોન 147 ટકા, દક્ષિણ ગુજરાત ઝોન 141 ટકા,

પૂર્વ મધ્ય ગુજરાત ઝોન 133 ટકા અને ઉત્તર ગુજરાત  ઝોનમા 155 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

વધુ વાંચો – tv1 Gujarati

Share This Article