Gold Price Today
સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને બધા રેકોર્ડ તોડી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે ટેરિફ વોર, જિઓ-પોલિટિકલ ક્રાઇસિસના પડકારો વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે.
સોના કરતાં ચાંદીમાં તેજી સાથે સ્થાનિક સ્તરે રૂ. 1500 અને ચાંદી વાયદો 2394 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.
જો આ જ રીતે ભાવમાં વધારો ચાલુ રહેશે તો ટૂંક સમયમાં સોનાનો ભાવ 90000 રૂપિયાને પાર કરી જશે.
નબળા ડોલર ઇન્ડેક્સ અને યુએસ ટેરિફ નીતિઓથી મળેલા સપોર્ટને કારણે સોનાના ભાવમાં તેજી ચાલુ છે.
વૈશ્વિક વેપાર અને આર્થિક દૃષ્ટિકોણમાં અનિશ્ચિતતા વચ્ચે, સુરક્ષિત સંપત્તિ તરીકે સોનામાં રોકાણ વધી રહ્યું છે અને કિંમતો મજબૂત થઈ રહી છે.
આજના સોનાના ભાવની વાત કરીએ તો 15 ફેબ્રુઆરી, શનિવારના રોજ પણ સોનાના ભાવમાં વધારો થયો છે.
રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.
દેશના શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
22 કેરેટ સોના ની કિંમત એ 80060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 79910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જયપુર, લખનૌ અને ચંદીગઢમાં 24 કેરેટ સોનાનો ભાવ 87320 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
22 કેરેટની કિંમત 80060 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ 79910 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ 87170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 79960 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
24 કેરેટ સોનાની કિંમત 87220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોનાના ભાવ અને ચાંદીના દરોને અસર કરતા પરિબળો કયા છે ?
સોનાના ભાવ અને ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક પરિબળોના જટિલ આંતરપ્રક્રિયાથી પ્રભાવિત થાય છે.
વિશ્વવ્યાપી માંગ, ચલણ વિનિમય દર, વ્યાજ દર, સરકારી નીતિઓ અને વૈશ્વિક ઘટનાઓ જેવા પરિબળો તેમના મૂલ્યને નોંધપાત્ર રીતે અસર કરી
શકે છે.
READ MORE :
ચાંદીનો ભાવ
સોનાની જેમ ચાંદીમાં પણ 15 ફેબ્રુઆરીએ તેજી જોવા મળી રહી છે. તેની કિંમત વધીને 1,00,600 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે
14 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો હાજર ભાવ 2,000 રૂપિયા વધીને 4 મહિનાની ઊંચી સપાટી 1 લાખ રૂપિયા પ્રતિ કિલો
પર પહોંચી ગયો.
એશિયન વેપારમાં કોમેક્સ ચાંદીના વાયદા લગભગ 4 ટકા વધીને $34 પ્રતિ ઔંસ થયા.
READ MORE :
ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ, યાત્રિકોને મુશ્કેલીનો સામનો, જાણો કારણ અને વિગતો
Gold Price Today : સોનાના ભાવમાં ઘટાડો ,ચાંદીમાં પણ ₹100 નો ઘટાડો થયો જાણો આજના લેટેસ્ટ ભાવ