Gold Price Today
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી.
વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. વૈશ્વિક ભાવ વધતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી.
દરમિયાન, કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં તથા ડોલર ઉંચકાતાં તેની અસર પણ ઝવેરી બજાર પર તેજીની જોવા મળી હતી.
અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ વધી ૧૦ ગ્રામદીઠ રૂ.૮૧ હજાર નજીક બોલાતા થયાના નિર્દેશો હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેકસ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોની લેવાલી વધ્યાની ચર્ચા હતી.
સોનાના ભાવ ઔંશના ૨૬૯૬તી ૨૬૯૭ વાળા વધી ઉંચામાં ૨૭૨૬ ડોલર થઈ ૨૭૦૮થી ૨૭૦૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા.
વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે લગ્નસરાની મોસન વચ્ચે ભાવ ઉછળતાં ઝવેરીઓ ચિંતિત જણાયા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ રૂ.૫૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૦૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૦૭૦૦ બોલાતા થયા હતા.
જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી રૂ.૯૩ હજાર પાર કરી રૂ.૯૩૫૦૦ રહ્યા હતા.
Gold Price Today
READ MORE :
Surat : સુરતની 6 વર્ષની મીરાને 12 ટેકનિકથી પેઇન્ટિંગના માટે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડઝમાં નોંધ
દરમિયાન, ચીનમાં અર્થતંત્રને સપોર્ટ કરવા સરકાર નવા સ્ટીમ્યુલ્સ પ્રોગ્રામ બનાવી રહ્યાના સમાચાર હતા.
આની વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૭ ટકા વધ્યા હતા.
દરમિયાન,બ્રેન્ટ ક્રૂડના ભાવ વધી બેરલના ઉંચામાં ૭૪ ડોલર થઈ ૭૩.૬૦ ડોલર રહ્યા હતા .
જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૭૦.૭૨ થઈ ૭૦.૪૬ ડોલર રહ્યા હતા.
અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના વાવડ હતા. ત્યાં કેનેડાથી આવતી ક્રૂડની આયાત પણ ઘટયાની ચર્ચા હતી.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના વધી રૂ.૭૭૮૩૪ તથા ૯૯.૯૦ના વધી રૂ.૭૮૧૪૭ રહ્યા હતા.
જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી રૂ.૯૩૩૦૦ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
વિશ્વ બજારમાં સોના પાછળચાંદીના ભાવ ઔંશના ૩૧.૬૮ વાળા ઉંચામાં ૩૨.૩૩ થઈ ૩૧.૮૨થી ૩૧.૮૩ ડોલર બોલાઈ રહ્યા હતા.
READ MORE :
દ્વારકામાં પાસપોર્ટ-વિઝા કૌભાંડનો પર્દાફાશ, તલાટી મંત્રી સહિત 9ની ધરપકડ