ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનો ખતરો
ગુજરાતમાં આડેધડ થતાં બોરવેલ પર કોઈ નિયંત્રણ રહ્યું નથી પરિણામે બેફામ રીતે ભૂગર્ભજળ ઉલેચાઈ રહ્યું છે.
ખાસ કરીને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લાઓમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે તેમ છતાંય કોઈ જોનાર નથી.
ભૂગર્ભજળ પાછળ સરકાર કરોડોનું આંધણ કરી રહી છે, છતાંય પાણીના તળ ઉંચા આવી શક્યા નથી.
બીજી તરફ તળીયા ઊંડે જઈ રહ્યાં છે જેથી ભૂગર્ભજળ હવે પીવાલાયક પણ રહ્યું નથી.
ગુજરાતમાં 25 જિલ્લાઓમાં ભૂગર્ભજળમાં ફ્લોરાઇડની માત્રા વધી છે, જે માનવ સ્થાસ્થય માટે જોખમી છે.
ગુજરાતમાં ભૂગર્ભજળનો ધૂમ વપરાશ થઈ રહ્યો છે પરિણામે ઉત્તર ગુજરાતમાં તો 100 ફુટ પછી પણ પાણી નથી.
ભૂગર્ભજળમાં ફ્લોરાઈડનો ખતરો
READ MORE :
મિનિસ્ટ્રી ઓફ જળશક્તિએ રિપોર્ટ રજૂ કર્યો કે, ગુજરાતમાં સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડે ભૂગર્ભજળની ચકાસણી કરવા માટે જુદા જુદા વિસ્તારોમાં
કુલ મળીને 632 પાણીના સેમ્પલ લીધાં હતા.
ગુજરાતમાં કુલ મળીને 25 જિલ્લાઓ અવા જ્યા ભૂગર્ભજળમાં ફ્લોરાઈડની માત્રા 1.5 એમજીથી વધુ છે.
ફ્લોરાઇડની મર્યાદા સ્વિકાર્ય કરતાં વધુ હોવાનું માલુમ પડ્યું છે જે માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે.
જેમ કે ફ્લોરાઈડયુક્ત પાણીને પીવામાં આવે તો વ્યક્તિ વિવિધ રોગોનો શિકાર બની શકે છે.
ફ્લોરાઈડ યુક્ત ભૂગર્ભજળનો વપરાશ કરવાથી ગ્રામ્ય વિસ્તારોમાં સાંધાનો દુ:ખાવો, હાડકાં નબળા પડી જવા,
દાંત સડી જવા, ચામડી, પેટના રોગ થવા, પાચનશક્તિ નબળી પડવી, વાળ ખરવા જેવા રોગ વધ્યાં છે.
આ ઉપરાંત સગર્ભા મહિલા માટે તો આ પ્રદુષિત ભૂગર્ભજળ નુકશાનકારક સાબિત થઈ શકે છે.
આમ ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તા નબળી પડી છે.
ત્યારે નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે, જો આજ સ્થિતિ રહી તો રાજ્યમાં ભૂગર્ભજળ ખુટી પડશે અને પાણીની સમસ્યા ઊભી રહેશે.
READ MORE :
Baroda : અકોટા બ્રિજ પર ફરી કાર પલટી, નશામાં ધૂત બે મિત્રોનો બચાવ થયો
દેશમાં પ્રદૂષણનો કહેર : દાયકામાં 38 લાખ ભારતીયોના મૃત્યુ, રિપોર્ટનો ચોંકાવનારો ખુલાસો !