GST કૌભાંડ: સુરતમાં 246 શેલ કંપનીઓ ઊભી કરીને 8000 કરોડ રૂપિયાનો છેતરપિંડી

By dolly gohel - author
28 02

GST કૌભાંડ

પૂણેમાં જીએસટી વિભાગની તપાસમાં 246 શેલ કંપનીઓ ઊભી કરી ખોટી રીતે

ઈનપૂટ ટેક્સ ક્રેડિટ લેવાનું 8000 કરોડ રૂપિયાનું જીએસટી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.

એક ઓટો ડ્રાઈવરના નામે નોંધાયેલી બંનાવટી કંપનીની તપાસનો રેલો મુંબઈ, રાજકોટ

અને ભાવનગર પણ પહોંચ્યો છે. તેના માસ્ટર માઈન્ડ તરીકે સુરતમાં રહેતા અશરફ

ઈબ્રાહિમ કાલાવડિયાની અગાઉ જ ધરપકડ થઈ ચૂકી છે. હવે આ કૌભાંડમાં જીએસટી ઈન્ટેલિજન્સની ટીમે ઔપચારિક ફરિયાદ દાખલ કરી છે.

સુરતમાં રહેતા અશરફ ઈબ્રાહિમ કાલાવડિયાએ 246 બનાવટી કંપનીઓ ખોલી અન્ય આરોપી

ઓ સાથે મળી અધધધ 8 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું હતું. આ બાબતે ડીજીજીઆઈ પૂણે

ઝોનલ યુનિટના અધિકારી રુષિ પ્રકાશે પૂણેના કોરેગાવ પાર્ક પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે એફઆઇઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમગ્ર કૌભાંડના મુખ્ય આરોપી અશરફભાઇ કાલાવડિયા સહિત પોલીસે નીતિન બારગે,

ફૈઝલ મેવાલાલ, નિઝામુદ્દીન ખાન, અમિત તેજબહાદુર સિંહા, રાહુલ બારૈયા, કૌશિક મકવાણા,

જીતેન્દ્ર ગોહેલ અને અન્યો સામે આઇપીસીની કલમ 420, 465,467, 471,120 (બી) 34 અને

આઈટી એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.

 

 

read more : 

ગુજરાતમાં ઠંડીના આગમનની શરૂઆત: બપોરે બફારો, રાત્રે શિયાળા જેવી ઠંડી ,કયું શહેર બન્યું સૌથી ઠંડુ?

Gujarat News : ૨૮ ઑક્ટોબરે વડાપ્રધાન મૉદી ગુજરાતની મુલાકાતે, રૂ. ૪,૮૦૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન !

 
 

28 03

GST કૌભાંડ

સમગ્ર મામલો: મુખ્ય મેહનત અને સફળતા

આ બાબતે નોંધાયેલ એફઆઇઆર અનુસાર, ઓક્ટોબર 2023માં ડીજીજીઆઈની ટીમને

પૂણે-સોલાપુર હાઈવે પર ગિરણી- શેવાળવાડી સ્થિત પઠાણ એન્ટરપ્રાઈઝીસ નામની કંપનીના

અમૂક શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા. આ બાબતની તપાસમાં ડીજીજીઆઈના

અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ પ્રકારની કોઈ કંપની ઉપર જણાવેલ સ્થળ પર અથવા અન્ય કોઇ સ્થળે અસ્તિત્વમાં જ નથી.

આ બાબતે વધુ તપાસ કરતા એવું બહાર આવ્યું હતું કે આ પ્રકારની એક કંપની ગુજરાતના

ભાવનગરમાં પઠાણ શબ્બીરખાન અનવર ખાનના નામે નોંધાયેલી છે જ્યારે ડીજીજીઆઈની

ટીમે આ બાબતે વધુ તપાસ કરી ત્યારે ખાન પણ ઓટોરિક્ષા ચાલક હોવાનું બહાર આવ્યું હતું.

ખાનની આ બાબતે વધુ પૂછપરછ કરતાં તેને ખૂબ જ આશ્ચર્ય થયું હતું અને તેણે તેના નામે આવી

કોઈ કંપની રજિસ્ટર ન હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે સંપૂર્ણ અજ્ઞાનતા દર્શાવી હતી.

આ વાતથી ચોંકી ઉઠેલા ડીજીજીઆઈના અધિકારીઓએ પઠાણ એન્ટરપ્રાઈઝીસ સહિત આ તમામ બનાવટી

કંપનીઓ રજિસ્ટર કરવા વપરાયેલ એક વિશિષ્ટ મોબાઈલ નંબર અને ઈ-મેલ એડ્રેસની ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.

આ દરમિયાન તપાસ કર્તા ટીમના સ્કેનર રાજકોટમાં આઈસીઆઈસીઆઈ બેન્કમાં ખાતુ ધરાવતી જીત કુકડિયા

નામની વ્યક્તિ આવી ગઈ હતી. જો કે અહીં વધુ તપાસ કરતા કુકડિયા ખાનગી સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો

હોવાનું સ્પષ્ટ થયું હતું. પણ કુકડિયાએ આરોપી કૌશિક મકવાણા અને જીતેન્દ્ર ગોહેલ માટે ખાતુ ખોલી આવ્યું

હોવાનું સ્પષ્ટ થયું હતું. જો કે કુકડિયાએ પોતે ક્યારેય આ ખાતામાં કોઈ ટ્રાન્ઝેક્શન કર્યું જ નહોતું. 

 

GST કૌભાંડ

ડીજીજીઆઈને આ તપાસમાં મળેલ મહત્ત્વની માહિતી

ના આધારે પુણે, મુંબઇ, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં દરોડા પાડવામાં આવ્ય આવ્યા હતા.

આ તપાસના અંતે સ્પષ્ટ થયું હતું કે આ કેસનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી કાલાવડિયા પઠાણ

એન્ટરપ્રાઇઝીસ સહિત અન્ય અમૂક બનાવટી કંપનીઓનું સંચાલન કરતો હતો. ત્યારબાદ કાલાવડિયાની

12મી માર્ચ 2024ના રોજ મીરા-ભાઈંદરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. 

ડીજીજીઆઇના અધિકારીઓએ તેની ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એકટ હેઠળ ધરપકડ કરી પૂણેની

એક કોર્ટમાં હાજર કરતા હાલ તે યરવડા જેલમાં અદાલતી કસ્ટડી ભોગવી રહ્યો છે. વધુ તપાસમાં

નીતિન બરગે મુંબઈમાં તેના કથિત બેન્ક એકાઉન્ટ અને બનાવટી કંપનીઓનું સંચાલન કરતો હોવાનું જણાયું હતું.

જ્યારે મેવાલાલ કથિત રીતે કાલાવડિયાના કેશ ટ્રાન્ઝેક્શનનું સંચાલન કરતો હતો. 

મુંબઈનો અન્ય આરોપી નિઝામુદ્દીન ખાન તેને કથિત રીતે સીમકાર્ડ અનેસામાન્ય માણસોના

કેવાયસીની વિગતો બેન્ક એકાઉન્ટ ખોલવા ઉપલબ્ધ કરી આપતો હતો. જ્યારે અમિત સિંહ કથિત

રીતે બનાવટી કંપનીઓ ઊભી કરવામાં અને અને રાહુલ બારૈયા કથિત રીતે આ બનાવટી કંપનીઓના

વેચાણમાં મદદરૂપ બનતો હતો તેવું એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે.

 

read more:  

કેનેડામાં વોલમાર્ટના વોક-ઈન ઓવનમાં મૃત્યુ પામેલી ભારતીય મહિલાના પરિવારને આર્થિક સહાય માટે રૂ. 1 કરોડ એકત્ર કરવામાં આવ્યા

વડોદરા: 33 માર્ગો પર બે દિવસ માટે ડાયવર્ઝન, ભારત-સ્પેનના વડાપ્રધાનોની મુલાકાતને પગલે પોલીસની જાહેરાત

Gold Price Today : સોનું-ચાંદીમાં ધમાકો: હવે તમારા ઘરેણાં વેચીને રોટલી ખાવી પડશે!

 
 
 

 

 

 

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.