ગુજરાત બોર્ડ
આજથી શરૂ થનાર પરીક્ષાથી ધોરણ 10 અને 12ના 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી થશે.
આ વર્ષે ધોરણ 10માં 8 લાખ 92 હજાર 882 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 4 લાખ 23 હજાર 909 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર 384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજરાત બોર્ડ દ્રારા ગુજરાતના 16 હજાર 661 કેન્દ્રમાં પરીક્ષાનું આયોજન કરાયું છે.
રાજ્યમાં આજથી શરૂ થનાર બોર્ડની પરીક્ષાને લઈ બોર્ડ દ્વારા 68 ફ્લાઈંગ સ્કવૉડ મુકવામાં આવી છે.
રાજ્યની 5 હજાર 222 સ્કૂલમાં પરીક્ષા લેવાશે. પરીક્ષા માટે 80 હજારથી વધુ અધિકારી-કર્મચારીનો સ્ટાફ કાર્યરત છે.
આ વર્ષે 14 લાખ 28 હજાર 175 વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવામા આવી છે.
આજે પ્રથમ દિવસે આ વિષયોની પરીક્ષા
બોર્ડ પરીક્ષામાં આજે ધોરણ 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે.
ધોરણ 10ની પરીક્ષા સવારે 10:15 વાગે શરૂ થશે અને 1:15 સુધીનો સમય રહેશે. વિદ્યાર્થીઓને 9:30થી પ્રવેશ આપી દેવાશે.
બર્પોરના સેશનમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3થી 6:15નો રહેશે.
ધોરણ 12 સાયન્સમાં ફીઝિક્સ વિષયની પરીક્ષા લેવાશે. જેનો સમય બપોરે 3 થી 6:30 નો રહેશે.
શિક્ષણમંત્રીએ પાઠવી શુભકામનાઓ
આજથી ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થવા જઇ રહી છે. 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ વિદ્યાર્થીઓને શુભકામન પાઠવી છે.
તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે, પરીક્ષામાં સંપૂર્ણ ધ્યાન આપજો અને પરિણામની ચિંતા કર્યા વગર લખજો.
આ સાથે તેમણે કહ્યું કે, પરીક્ષાને ટેન્શન તરીકે ન જોવી જોઇએ પરંતુ તેની એક ઉત્સવની જેમ ઉજવણી કરવી જોઇએ.
આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં ધોરણ-10 (SSC)માં 7,62,495 નિયમિત વિદ્યાર્થીઓ તેમજ 82,132 રીપિટર વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3,64,859 રેગ્યુલર વિદ્યાર્થીઓ અને 22,652 રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1,00,813 રેગ્યુલર વિદ્યાર્થીઓ તેમજ 10,476 રીપીટર વિદ્યાર્થીઓ નોંધાયા છે.
આ રીતે કુલ 12,28,167 રેગ્યુલર અને 1,15,260 રીપીટર વિદ્યાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપશે.
READ MORE :
એસટી નિગમ દ્રારા બોર્ડ ની પરીક્ષા માટે વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓની પરીક્ષાને ધ્યાનમાં રાખીને દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રિપો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
READ MORE :
અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં 200-300 યુનિટ વીજળી મફત મળશે? કનુભાઈ દેસાઈએ આપ્યું નિવેદન