ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું
ગુજરાતમાં અગામી 4 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય તેમજ મોટાભાગના જિલ્લાઓમાં 2 ડિગ્રી સુધી તાપમાન વધી શકે છે.
હાલ રાજ્યમાં કોલ્ડવેવની શક્યતા નહીવત છે.
ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ઠંડી પછી તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજે અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે
જ્યારે ગાંધીનગરમાં 13 ડિગ્રી ભુજમાં 12 ડિગ્રી જ્યારે 15 ડિગ્રી તપામાન નોંધાયું છે. સુરતમાં 19 ડિગ્રી 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે
રાજ્યમાં ઠંડી ચમકારો જોવા મળ્યો છે, જેના પગલે ઠેરઠેર તાપણાં પેટાવી લોકોએ ઠંડી સામે હૂંફ મેળવી હતી.
સાધનસંપન્ન ઘરોમાં હીટર ચાલુ રહ્યાં હતાં, જોકે ઠંડીના પ્રકોપથી સ્વાસ્થ્યપ્રેમી એવા મોર્નિંગ વોકર્સ ગેલમાં આવી ગયા છે.
મોર્નિંગ વોકર્સ તેમની રોજિંદી વોકિંગ પ્રેક્ટિસની સાથે આરોગ્યપ્રદ પીણાંની જ્યાફત માણી રહ્યા છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં સૌરાષ્ટ્રના ભાગોમા માવઠાંની અસર જોવા મળશે નહીં.
જોકે સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદ નહી વરસે. ત્યારે 10 જાન્યુઆરી સુધી વચ્ચે કડકતી ઠંડી પડી શકે છે.
જેને લઇ ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડીનું જોર વધશે. ત્યારે આના કારણે કચ્છના નલિયામાં પારો ગગડી શકે છે.
હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે.
આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોલ્ડવેવની શક્યતા નથી.
ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું
READ MORE :
દેશની અદાલતોમાં 43 લાખ ચેક બાઉન્સ કેસ પેન્ડિંગ, કેસના નિકાલમાં ગુજરાતની કામગીરી કેવી છે ?
ગુજરાત પર હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા બર્ફિલા પવનો આવી રહ્યા છે.
તેની દિશા આગામી દિવસોમાં બદલાઈને પૂર્વ તરફથી આવવાની સંભાવના છે.
આગામી અઠવાડિયામાં ઠંડી વધવાની શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની સંભાવના છે.
ગુજરાતમાં બે દિવસ બાદ ફરી એકવાર ઠંડીનો ચમકારો વધ્યો છે.
જેમાં સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ કોલ્ડ વેવની સ્થિતી સર્જાઇ છે.
જેના લીધે લધુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ઠંડા પવન ફૂંકાતા લોકો ઠુંઠવાયા છે.
જેમાં નલિયામાં બે દિવસમાં લધુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
તેમજ આગામી દિવસોમાં રાજ્યમાં હજુ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે.
બે દિવસમાં નલિયામાં 5 ડિગ્રી તાપમાન ઘટ્યું ઉત્તર ભારતના રાજયોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર ગુજરાત પર પડી રહી છે.
જેમાં કચ્છમાં નલિયામાં બે દિવસમાં લધુતમ તાપમાન પાંચ ડિગ્રી ઘટીને 5.6 ડિગ્રી નોંધાયું છે.
READ MORE :
Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ
ત્રિપુરાથી ઉત્તરપ્રદેશ સુધી ઠંડી સાથે થશે વરસાદની આગાહી, અમુક વિસ્તારોમાં કરા પડવાની શક્યતા !