ગુજરાતમાં ઠંડી યથાવત : અમુક શહેરો મા હાડ થીજવતી ઠંડી , જાણો હવામાન વિભાગે શુ આગાહી કરી છે ?

ગુજરાતમાં ઠંડી યથાવત 

નવા વર્ષે હવામાન વિભાગની ઠંડીને લઈને આગાહી સામે આવી હતી.

જેમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં તાપમાનમાં ઘટાડો જોવા મળશે.

ત્યારે તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જ્યારે અમદાવાદમાં 14 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. જોકે અમદાવાદમાં 24 કલાકમાં 1.3 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું.

અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો ગાંધીનગરમાં 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

બીજી તરફ સૌરાષ્ટ્રમાં તાપમાન વધતા ઠંડીમાં ઘટાડો નહિવત જોવા મળ્યો હતો.

જયારે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધારે જોવા મળ્યો છે. જેમા નવા વર્ષની રાત્રે ઠંડીની ચાદર પથરાઇ હતી.

અમદાવાદ શહેરમાં ગુરુવારે વહેલી સવાર ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી.

 

 

ગુજરાતમાં ઠંડી યથાવત

READ  MORE  :

Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે

વડોદરામાં કોર્પોરેટરોની સોસાયટીમાં પણ પાણીનો પ્રશ્ન, બીજાનો ઉકેલ ક્યાંથી લાવે?

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, આણંદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તેમજ બનાસકાંઠા, દાહોદ, જામનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે

તેવી શકયતા છે.

 ઉત્તર ભારતના રાજ્યમાં પડી રહેલી ઠંડીની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

જેના પગલે આગામી દિવસોમાં હજી પણ વધારે ઠંડી પડવાની શક્યતાઓ છે.

લિયા 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર ગુજરાતમાં મંગળવારે 6 ડિગ્રીથી લઈને 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન નોંધાયું હતું.

જેમાં નલિયા 6 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

જ્યારે ઓખામાં 19 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

ડીસામાં 10.6 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 8.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

 

READ  MORE  :

GST કરચોર સાવધાન! ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમથી હવે રાખવામાં આવશે તમામ પર નજર

Cold wave in North India : ઉત્તર ભારતમાં શીત લહેરનો કહેર, ગાઝિયાબાદમાં શાળાઓ 30મી સુધી બંધ

ગુજરાતમાં ચાઇનીઝ દોરીના કિસ્સામાં વધુ એક જીવ ગુમાવવાનો બનાવ, 25 વર્ષના યુવાનનું મૃત્યુ

 

 

Share This Article