ગુજરાત મ્યુનિસિપલ ક્રિકેટ ટુર્નામેન્ટ રાજ્યની અલગ-અલગ મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમો વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો છે.
ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા ક્રિકેટ ટૂર્નામેન્ટ નામથી આ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્રિકેટ ટૂર્નામેન્ટની
શરૂઆત કરાવી હતી.
ટુર્નામેન્ટમાં 6 મેયરની ટીમ અને 8 કમિશ્નર ટીમ એમ કુલ 14 ટીમો ભાગ લઈ રહી છે. ગાંધીનગરમાં 5 દિવસ સુધી આ ટુર્નામેન્ટ ચાલશે.
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મહાનગરપાલિકાઓની ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો
ટોસ ઉછાળીને શુભારંભ કરાવ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવ્યું છે.
READ MORE :
Baroda News : કમાટીબાગ પ્રાણીસંગ્રહાલય માં નવા અતિથિઓનું આગમન, વાઘ અને વાઘણની જોડીએ કર્યો પ્રવેશ
ગુજરાત મ્યુનિસિપલ ક્રિકેટ ટુર્નામેન્ટ
રાજ્યની 6 મહાનગરપાલિકાઓની મેયર્સ ટીમ અને 8 કોર્પોરેશન્સની કમિશનર ક્રિકેટ ટીમ એમ કુલ 14 ટીમ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે.
આઇ.આઇ.ટી. (ITI) ગાંધીનગરના ક્રિકેટ ગ્રાઉન્ડ પર તારીખ 5 ફેબ્રુઆરી થી 9મી ફેબ્રુઆરી, 2025 દરમિયાન આ ટુર્નામેન્ટ યોજાશે.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ સાથે જ મહિલા પદાધિકારીઓ માટે ખાસ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા
કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ટુર્નામેન્ટની ટિમ્સ સાથે પરિચય વિધિ કરી હતી અને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગરના મેયર મીરાબહેન પટેલ, ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર
તેમજ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેકટર મેહુલ દવે , મ્યુનિસિપલ કમિશનર વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.
ટુર્નામેન્ટમાં સહભાગી અન્ય મહાનગરપાલિકાઓના પદાધિકારીઓ-અધિકારીઓ પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
READ MORE :
અમિત શાહનો ગુજરાત પ્રવાસ : ગુજરાતના વિકાસ કાર્યોમાં મોટો ફાળો, 651 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે
Indian Railway : રેલ મુસાફરો માટે મોટા સમાચાર! ભારતીય રેલ્વે ૧ જાન્યુઆરીથી નવું સમયપત્રક લાગુ કરશે
Jamnagar News : વિજ લાઇન નીચે જોખમી બાંધકામ: જામનગરના પટેલ એસ્ટેટ રહીશોને ધ્રુજાવી રહ્યું છે