Gujarat News
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે.
જેમાં રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે.
જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરાઈ છે. જેને લઈને સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારે દિવાળીની રજા, તા.2-11-2024
શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે.
આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી, પરંતુ તે દિવસે પણ રજા જાહેર કરાઈ છે.
જોકે, દિવાળી પર્વમાં સરકારી કર્મચારી/અધિકારીઓ તહેવારો માણી શકે તે હેતુથી તા.1-11-2024 શુક્રવારના રોજ તમામ સરકારી કચેરીઓ
બંધ રહેશે.
અને તેના બદલામાં 9-11-2024 બીજા શનિવારના રોજ આ તમામ કચેરીઓ ચાલુ રહેશે.
આ હુકમો ગુજરાત સરકારની બધી કચેરીઓને તથા રાજય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશન તેમજ પંચાયત કચેરીઓને પણ લાગુ પડશે.
READ MORE :
દિવાળીના તહેવારોમાં જામનગર એસટી વિભાગની 14 વધારાની બસો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળશે